ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ!

ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ!

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો અપાયાને છ મહિના વીતી ગયા બાદ તે કાયદાકિય રીતે રદબાતલ થઈ જતા હોવાનો મુદ્દો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ઉપાડી દાદ માંગી છે. આવી 120 કરોડ ઉપરાંતની રાશિ જતી કરવા દાદ મંગાઈ છે ત્યારે આ બધા વચ્ચે એક બીજી વાત એ બહાર આવી છે કે, ટ્રાફિક પોલીસ ઈ-મેમો તો ફટકારે છે પરંતુ તેની કોઈ એન્ટ્રી મેન્યુઅલ મેમોની જેમ આરટીઓમાં મોકલાતી નથી. જે મેન્યુઅલ મેમોની એન્ટ્રી મોકલવામાં આવે છે તે પણ હવે આરટીઓના ચોપડે નોંધાતી નથી. આવા મેમો માત્ર ઝેરોક્ષની નકલ લઈ ચલાવી દેવામાં આવે છે. પરિણામે ઘણીવાર ગફલો પણ થાય છે. કેટલાક વચેટિયા મોટી રકમના મેમો બારોબર ચલવી નાંખીને ગાડી મુક્ત પણ કરાવી લેતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

એક વાહનચાલકે કહ્યું હતું કે, તેની એક મોટરકાર છએક વર્ષથી તેણે ખરીદી છે પણ જે તે વખતે તે નામ પર પણ ચઢી ગઈ હતી. તેના પર આરટીઓના ચોપડે કોઈ મેમોનું લેણું બાકી ન હતું. જેથી, જ તે ગાડી તેના નામ પર ચઢી છે. જોકે, આ ગાડીની તપાસ કરતા ઈ-મેમોમાં કેટલી રાશિ બાકી બોલી રહી છે. જોકે, આ ઈ-મેમો તેમના ઘરના સરનામે નથી મળ્યા પણ મૂળ માલિકના સરનામે મળી રહ્યાં છે.  આ જાણી આ વાહનચાલક આશ્ચર્યચકિત થઈ જવા સાથે ટેન્શનમાં પણ મુકાયા છે.

ટ્રાફિક પોલીસ વાહનોની સ્પીડ, હેલ્મેટ, સીટબેલ્ટ વિના વગેરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો વાહનચાલકના ઘરના સરનામે મોકલી આપે છે. જેમાંથી હજી 120 કરોડ ઉપરાંતના દંડની રકમ લોકો ભરી નથી ગયા. ટ્રાફિક પોલીસ નોટિસ ઠોકે છે પરંતુ તેને ગણકારતું કોઈ નથી. તેની પાછળનું કારણ એ પણ છે કે, આ મેમોની એન્ટ્રી આરટીઓમાં કરાવાતી નથી અથવા ટ્રાફિક કોર્ટમાં આ મેમો ચઢાવાતા નથી. આવી સિસ્ટમ અધિકારીઓ ઊભી કરે તો સચોટ કામગીરી થઈ શકે એમ છે.

આરટીઓમાં પણ હવે મેન્યુઅલ મેમો ચોપડે ચઢાવાતા નથી

સૂત્રોનું માનીએ તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકની ગાડી જમા લઈ આપવામાં આવતા મેન્યુઅલ મેમો ચલાવવા આરટીઓમાં આવવું પડે છે. આરટીઓમાં વાહનચાલક અગર મેમો લઈ આવે તો તેની એન્ટ્રી કમ્પ્યૂટર પર લેવામાં આવતી હતી. જેથી, તે માહિતી રેકોર્ડ પર રહે. પરંતુ હવે માત્ર અરજદાર પાસેથી મેમોની કોપી લઈને  ડીએ શાખા કેસ ચલાવી લે છે. પરિણામે ગફલા પણ થઈ રહ્યાં છે. ભૂતકાળમાં આ રીતે ટ્રાફિક પોલીસના કેટલાક જવાનોને ફોડીને વચેટિયાઓએ બારોબાર મોટી રકમના મેમો માત્ર રૂ. 500માં ચલવીને ગાડી મુક્ત કરાવી હતી અને તેની બોગસ રસીદ પણ આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. છતા આરટીઓમાં કે ટ્રાફિક પોલીસમાં સિસ્ટમ સુધારાય નથી. તે ફરીથી મોટા કૌભાંડને આમંત્રણ આપી શકે છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »