• Thu. Mar 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ત્રણ એફિલટાવરના વજન જેટલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ આપણા દેશમાં નીકળ્યો..!!

ભારતમાં પાછલા 7 મહિનામાં 33 હજાર ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયોબહાર નીકળ્યો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે. આ આંકડા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી સામે આવ્યો છે. અત્યાર સુધીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે 5500 ટન કરતા વધુ કોવિડ વેસ્ટ ભેગો થયો છે. એક ગણતરી પ્રમાણે સંપૂર્ણ એફિલ ટાવરનું વજન 10,100 ટન થાય છે. એટલે કે જો ભારતમાં 7 મહિનામાં એકઠા થયેલા બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ તો તેનું વજન ત્રણ એફિલ ટાવર કરતા પણ વધારે થાય છે.

બાયોમેડિકલ વેસ્ટમાં આ બધુ સામેલ

રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા પ્રમાણે જૂન 2020થી તમામ રાજ્યોમાંથી 32,994 ટન કોરોનાના કારણે બાયોમેડિકલ વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. કોવિડ 19 બાયોમેડિકલ વેસ્ટમાં મુખ્ય કચરો PPE કિટ, માસ્ક, જૂત્તાના કવર, મોજા, હ્યુમન ટિસ્યુસ, લોહી માટે વપરાતો પ્લાસ્ટિકનો સામાન, ડ્રેસિંગ માટે વપરાયેલો સામાન, પ્લાસ્ટર કાસ્ટ (પ્લાસ્ટર ઓફ પેરિસથી થયેલો કચરો), કોટન સ્વેબ, લોહીની થેલીઓ, નીડલ્સ, સિરિન્જ વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ એટલે સૌથી વધુ વેસ્ટ, ગુજરાત ત્રીજા નંબરે

આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 5367 ટન કોવિડ વેસ્ટ જૂનથી સાત મહિનામાં થયો છે. જ્યારે તે પછી કેરળ (3300 ટન), ગુજરાત (3086 ટન), તામિલનાડુ (2806 ટન), ઉત્તર પ્રદેશ (2502 ટન), દિલ્હી (2471 ટન), પશ્ચિમ બંગાળ (2095), કર્ણાટકા (2026) ક્રમશઃ આવે છે. લગભગ 4530 ટન જેટલો કચરો ડિસેમ્બર દરમિયાન થયો છે જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 629 ટન અને તે પછી કેરળમાં 542 ટન અને ત્રીજા નંબરે 479 ટન સાથે ગુજરાતનો નંબર આવે છે. વિવિધ મહિનાઓના આંકડા પ્રમાણે ગુજરાત બાયોમેડિક વેસ્ટ જનરેટ કરવામાં લગભગ ઉપરના સ્થાને જ રહ્યું છે. આ સિવાય રાષ્ટ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે દિલ્હીમાં 321 ટન બાયોમેડિકલ વેસ્ટ ડિસેમ્બરમાં થયો છે. આ સિવાય જૂનથી 7 મહિનામાં ગુજરાતનો બાયોમેડિકલ વેસ્ટ લગભગ ૧થી ૫ નંબરમાં રહ્યો છે. જેમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાત બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરનારું દેશનું ટોચનું રાજ્ય રહ્યું હતું. આ દરમિયાન અહીં 622 ટન કચરો એકઠો થયો હતો. આ પછી ભારતીય પ્રદૂષણ નિંયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે ક્રમશઃ તામિલનાડુ (543 ટન), મહારાષ્ટ્ર (524 ટન), ઉત્તરપ્રદેશ (507 ટન) અને કેરળ (494 ટન) રહ્યા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »