પારુલ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી પહેલી હાયબ્રીડ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’

પારુલ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી પહેલી હાયબ્રીડ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’


શહેરની પારુલ યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ને વેગ આપવા તથા સમશ્યાઓ અને પડકારો નું સમાધાન આપતી સ્ટાર્ટઅપ્સ તેમજ તમામ ઈકોસીસ્ટમ અનેબલર્સ ને એક મંચ આપવા માટે ‘વડોદરા સ્ટાર્ટઅપ ઈનોફેસ્ટ ૨.૦’ અંતર્ગત ૪ ફ્લેગશિપ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમ કે : વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે, વડોદરા સ્ટાર્ટઅપ હેકાથોન, વડોદરા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ, વુમન સ્ટાર્ટઅપ મીટ.
આજ કડી અંતર્ગત તાજેતર માં પ્રથમ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’ કાર્યક્રમનું હાયબ્રીડ મોડમાં આયોજન કરવામાં આવ્યું, જે એસએસઆઈપી (SSIP) ગુજરાત તથા ઇન્સ્ટીટયુશન્સ ઇનોવેશન કાઉન્સિલ ના સહયોગ થી પારુલ યુનિવર્સીટી કેમ્પસ ખાતે થી આયોજિત કરાઈ હતી. આ સ્ટાર્ટઅપ ડેમો ડે માં વર્ચુઅલ પ્લેટફોર્મના માધ્યમથી 4600 થી વધુ યુવા આંત્રપ્રેન્યોર્સ, ઇનોવેટરસ, ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ, સ્ટેકહોલ્ડરસ તથા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ સેક્ટર્સ જેવા કે, ઑટોમોબાઈલ, મેન્યુફેક્ચરીંગ, એજ્યુટેક, આઇ. ટી, વેલનેસ તથા ઈન્ટરનેટ ઓફ થીંગ્સ વગેરે ના ૧૩ કરતા વધારે સ્ટાર્ટઅપ વેંચર્સ એ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાત માંથી નીચે મુજબ ના સ્ટાર્ટઅપ્સ એ ભાગ લીધો હતો.
Sr. No. Founder / Co-Founders Startup Venture Name
1 Urjit Naik, Smit Thakkar UnickBharat Lifestyle (OPC) Private Limited
2 Maulik Dhruv, Bindesh Bhatt IndiaOhYes.com
3 Nimish Gopal, Sonveer Singh TechoKids Private Limited
4 Shikhar Makwana, Vijay Lamani, Shivang Rathod Trakky
5 JanmejayBrahmbhatt Animal Legacy
6 Shailendra Patel, Saurin Patel Vexma Technologies
7 Sunil Vasyani SirfTaxi
8 Deepen Barai, Kaipl Bhindi SpeedForce
9 Vivek Page Odo Bikes
10 Dr.Sejal Shah, Dr.Charu Amin Doctor at DoorStep – Nisarg Wellness Private Limited
11 Mudit Kothari Digiblade
12 Bharat Sharma, Bharti Sharma My Will –
13 Gaurav Singh The Assist Buddy

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ શ્રી નારાયણ મધુ (જોઈન્ટ કમિશનર, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર), ગેસ્ટ ઓફ હોનર્સ શ્રી નિલેશ શુક્લા (સ્ટેટ પ્રેસિડેન્ટ- ઇન્ડિયા એસ.એંમ.ઈ ફોરમ, ગુજરાત), શ્રી મુકેશ જાગવાની (સ્ટેટ પ્રેસિડેન્ટ-ગુજરાત, સી.આઈ.એમ.એસ.એમ.ઈ), શ્રી હિરણમય મહંતા (સી.ઈ.ઓ.- આઈ હબ ગુજરાત) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત ઇન્ડસ્ટ્રી મેન્ટોર્સ તેમજ જ્યુરી મેમ્બર્સ તરીકે શ્રી આશિષ ભાવસાર (મૅનેજિંગ ટ્રસ્ટી, વડોદરા ઇનોવેશન કાઉન્સીલ), શ્રી ધ્રુવ પટેલ (અધ્યક્ષ – વડોદરા ચેપ્ટર, ગેસીઆ આઇટી એસોસિએશન આઇ.ટી. એસોસિએશન), શ્રી લલિત અગ્રવાલ (સ્ટેટ ડિરેક્ટર – ગુજરાત, સી.આઈ.એમ.એસ.એમ.ઈ) શ્રી. રુદ્રેશ વ્યાસ (સિનિયર એક્ઝીક્યુટીવ – મેનેજર, એન્જિનિરીંગ ટેક્નિક્સ), શ્રી હોસકોટે મૂર્તિ (સિનિયર રિસર્ચર), શ્રી ખુશ બ્રહ્મભટ્ટ (ફાઉન્ડર, આધારશિલા), હર્ષ શાહ (ફાઉન્ડર, વેલોક્સ કન્સલ્ટન્ટ) તથા શ્રી ચિંતન પોપટ (ડિરેક્ટર, કો-વેન્ચર હબ) ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે પારુલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ ર્ડો.દેવાંશુ પટેલ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સ નો ઉત્સાહ વધારવા માટે, મહાન વિજ્ઞાની એવા સી.વી.રમન વિશે નો નાનકડો પ્રસંગ ટાંકવામાં આવ્યો હતો, તથા તેઓ જણાવ્યું કે હવે માહોલ બદલાઈ રહ્યો છે એક સમયે દેશ ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પ્લેસમેન્ટસ વિશે મહત્વ આપી રહ્યા હતા, જયારે આજે સ્ટાર્ટઅપ્સ ને ઇનોવેશન ને મહત્વ મળી રહ્યું છે, જે ખરેખર અર્થતંત્ર ની દ્રષ્ટિ એ મદદરૂપ બની રહેશે. ઉપસ્થિત ચીફ ગેસ્ટ શ્રી નારાયણ મધુ (જોઈન્ટ કમિશનર, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર) દ્વારા જણાવવા માં આવ્યું કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા પ્રોએકટીવ પ્રયાસો કરી રહી છે, તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ના માધ્યમ થી ઘણો બદલાવ જોઈ શકાય છે, સરકાર ની સાથે સાથે આવી જ રીતે જો પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પણ સક્રિય ભાગ લેશે, તો ગુજરાત રાજ્ય આવનાર સમય માં ફરી એક વખત દેશ નું બેસ્ટ પરફોર્મિંગ સ્ટાર્ટઅપ રાજ્ય તરીકે નું ગૌરવ મેળવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે માં ‘યુનિક ભારત લાઇફસ્ટાઇલ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ’, ‘ડોક્ટર એટ ડોરસ્ટેપ – નિસર્ગ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ’, ‘સ્પીડફોર્સ’, ‘માય વીલ’ને ઉપસ્થિત ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ તથા જ્યુરી મેમ્બર્સ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા, અને ભવિષ્ય ની ઉજ્જવળ તકો માટે ની શુભકામનાઓ આપવા માં આવી હતી. આ તમામ પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સ ને આવનારા સ્ટાર્ટઅપ લોન્ચપેડ પ્રોગ્રામ માં મોકલવા માં આવશે, જેથી તેઓ તેઓ ના સ્ટાર્ટઅપ વેંચર્સ ને યોગ્ય રીતે વિકસાવી શકે, આ સ્ટાર્ટઅપ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત સ્ટાર્ટઅપ્સ ને તેઓની ઇનોવેટિવ સોલ્યુશન્સ ને મિનિમમ વાઈબલ પ્રોડક્ટ થી લઇ ને માર્કેટ ની સંભાવિત તકો સુધીના તમામ સપોર્ટ પુરા પાડવામાં આવશે. યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો એ પોતાના સ્ટાર્ટઅપ પ્રોડક્ટ નું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું, જેથી તેઓ ને તેઓ ની પ્રોડક્ટ ને ઇન્ડસ્ટ્રી સમક્ષ પ્રમોટ તથા વેલીડેટ કરવાનું એક મંચ મળ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહિત કરવામાં માં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર એવા પેરેન્ટ્સ (વાલીઓ) ને પણ સમ્માનિત કરવા માં આવ્યા હતા, જેના માટે ‘વેક્સમા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘યુનિકભારત લાઇફસ્ટાઇલ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ’ તથા ‘અન્વેષા કમ્પોસાઇટ એજ્યુકેશન ફાઉન્ડેશન’ સ્ટાર્ટઅપ્સ ની પસંદગી થઇ હતી. તદુપરાંત પારુલ યુનિવર્સીટી – વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો ના અસોસિયેટ્સ ને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. (બિઝનેસ ઈમ્પેક્ટ)

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »