• Wed. Mar 27th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

બર્ડ ફ્લૂ ફેલાય રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પશુચિકિત્સકોની ભરતી કરો

Bynewsnetworks

Jan 15, 2021 ,

વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં પણ બર્ડફ્લુ ના કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પાસે પૂરતો સ્ટાફ ભરતી કરવા માટે ખેડૂત, સહકારી આગેવાન- એડવોકેટ દર્શન નાયકે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને લેખિત રજૂઆત કરી છે.

ક્યા કેટલી જગ્યા ખાલી છે?  
સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં પશુધન ચિકિત્સકની 25 માંથી 12 જગ્યા તથા પશુ ચિકિત્સકની 17 માંથી 10 તથા મુખ્ય નાયબ પશુપાલક નિયામકની જગ્યા છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી પડેલ છે.સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં ઉપરોકત ખાલી પડેલ જગ્યા બાબતે મારા દ્વારા સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તથા વહીવટી તંત્રમાં તેમજ સરકારશ્રીમાં પત્ર દ્વારા વારંવારની રજુઆત કરવા છતા પણ આજદિન સુધી સદર ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવેલ નથી.

 સરકાર દ્વારા પશુસારવાર કેમ્પ  કરવામાં આવે છે તથા વેકસીન લગાવના કેદ્રો પણ શરૂ કરવામાં આવેલ છે પરંતુ અપૂરતા કર્મચારીઓ અને 50% કરતા ઓછા સ્થાફ ના કારણે સમયમર્યાદામાં આવા ઉપયોગી કાર્યક્રમોનો હેતુ પાર પાડી શકાતો નથી.   સુરત જિલ્લામાં નવ તાલુકા આવેલા છે અને અનેક પશુ દવાખાનાઓ આવેલા છે તથા ગામડાઓ અને આદિવાસી વિસ્તતારના નાગરિકોનો ખેતી ની સાથે સાથે મુખ્ય વ્યવસાય પશુપાલન પણ છે,અનેક કુટુંબો પશુપાલન ના વ્યવસાય દ્વારા પોતાનું તથા પોતાના પરિવારનું જીવનનિર્વાહ ચલાવતા આવેલ છે.

દવાખાનાઓમાં પશુચિકિત્સકો અને પૂરતા સ્ટાફની કમી ના કારણે અનેક સરકારી દવાખાનો બંધ હાલતમાં છે,જેના કારણે કેટલાય પશુઓ સામાન્ય રોગના ભોગ બનવાને કારણે સમયસર સારવાર ના મળવાને કારણે મૃત્યુ પામે છે. જેને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવા પામે છે.સુરત જિલ્લાના પશુપાલન વિભાગના મુખ્ય નાયબ પશુપાલન નિયામક જેવા મહત્વપૂર્ણ અધિકારી ના અભાવના કારણે સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં વહીવટી કર્યો થવામાં અને પશુપાલકોને મુશ્કેલીઓ આવી રહેલ છે.

    

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »