પાસ પાટીદાર ઉમેદવારોને જ હરાવવા મેદાનમાં, જાણો અલ્પેશ કથિરિયાએ શું કર્યું એલાન?

પાસ પાટીદાર ઉમેદવારોને જ હરાવવા મેદાનમાં, જાણો અલ્પેશ કથિરિયાએ શું કર્યું એલાન?

હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મામલો ગરમાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે, તેના સમર્થકોને ટિકિટ ન મળતાં તેણે ઉમેદવારી જ નોંધાવી નહોતી.

આ ઉપરાંત ધાર્મિકના સમર્થનમાં બે ઉમેદવારોએ ઉમેદવારી કોંગ્રેસમાંથી પાછી ખેંચી હતી. જોકે, પાસ દ્વારા 12 ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચશે, તેવો દાવો કરાયો હતો. જોકે, બે જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.

હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મામલો ગરમાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સુરત પાસ સમિતિ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જે પાટીદાર ઉમેદવારોએ સમાજને સાથ નથી આપ્યો, તેમની સામે વિરોધ કરશે. ઉમેદવારો સામે કોર-કમિટી બનાવવામાં આવી છે.

અલ્પેશ કથીરિયા એ ઈશારો કર્યો કે આપણે દર વખતે બુટ ને ચંપલ કે ચંપલ ને બુટ પહેરીએ છીએ એક વાર સ્લીપર પહેરી જોવી એવું કહીને આમ આદમી પાર્ટી ને સપોર્ટ કરવાનો ઈશારો કર્યો હોઈ એવું લાગી રહ્યું છે

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »