• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

‘હમારે કારણ ટપોરી અસ્લમ સાઈકલવાલા ચુનાવ જીતતા હૈ ’ ભાજપના વિજય ચૌમાલે કર્યો આશોભનીય ભાષાનો પ્રયોગ!!

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધીરેધીરે તેના ચરમ પર પહોંચી રહ્યો છે ત્યારે આંજણા-ડુંભાલ વોર્ડ 19ના ભાજપના પૂર્વ નગરસેવક અને હાલના ઉમેદવાર વિજય ચૌમાલે કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને હાલના ઉમેદવાર અસ્લમ સાઈકલવાળા માટે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો.

શું કહ્યું ચૌમાલે?

ચૌમાલે એક સભાને સંબોધતા કહ્યું હતું કે, હમારે કારણ (રાજસ્થાની મતદાતા) ટપોરી અસ્લમ સાઈકલવાળા ચુનાવ જીતતા હૈ, ઉસકા ઈતના હોલ્ટ હમારે સમાજ પર હૈ, કિ ચુનાવ જીતતા હૈ. ઉસકે કારણ છોટે છોટે બચ્ચો કી હિંમત ખુલ ગઈ હૈ. જીનકો બાત કરને કી તમીજ નહીં હૈ, ગાડી ચલાને કી તમીજ નહી હૈ વહ કેસે સફાઈ સે કામ કર રહે હૈ. ઉન્કો કહા સે ઈતની તાકાત આઈ. યહ અસ્લમ સાઈકલવાલા કી વજહ સે આઈ. ઉનકા ઈતિહાસ ઉઠા કે દેખ લો. વહ લોગ કભી ભી અપની શક્તિ કો પચા નહી પાતે હૈ. ઈસ રોડ પર સબસે જ્યાદા ચેઈન સ્નેચિંગ હોતી હૈ. પાકિટમારી બઢ ગઈ હૈ. હિન્દુ સમાજ કી ગાડી જાતી હૈ ઉસકો નિશાન બનાકર કે પાકિટ ચુરાતે હૈ. ત્રણ કલાક સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે. આમ વિજય ચૌમલે પોતે કરેલા કામોનો હિસાબ ગણાવવાને બદલે પ્રચારમાં અશોભનીય ભાષા સાથે ધીરેથી કોમવાદ, જાતિવાદ ઘુસાડવાનો પ્રયાસ કરતા તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

સાઈકલવાળાએ કહ્યું કે ચૌમાલ હાર સમજી ગયા છે એટલે આ પ્રકારના નિવેદનો આપે છે

બીજી તરફ અસ્લમ સાઈકલવાળા પાસે આ વીડીયો આવતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, “ઈશ્વર-અલ્લાહ તેરે નામ,સબકો સંમતિ દે ભગવાન…”આંજણા-ડુંભાલમાં કોંગ્રેસ આવે છે..’’ અસલમ સાયકલવાલાએ મીડીયાને કહ્યું કે, મારે ભાન ભૂલેલા આવા નેતાને કંઈ જ કહેવું નથી . વિજય ચોમલ પોતાની હાર સમજી ગયા હોવાથી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. પરંતુ લોકો , મારા મતદાતાઓ જ સાચો જવાબ આપશે કે હું કેવો છું. મારા પાંચ વર્ષના કામ કેવા રહ્યાં છે. અને તેના આધારે જ મને મત આપશે.

આ ધારાસભ્યએ પણ કહ્યું કે આડા ચાલે છે તેમને ભગાવી ભગાવીને તોડી નાંખવાના છે

સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું કે, હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે. ઉલ્લેખનીય છે કે તેઓને પ્રચાર દરમિયાન એક કાર્યકરે માસ્ક ન પહેરવા અને દંડ વસૂલવા સહિતના સવાલો પૂછ્યા તો તેમને મંચ પરથી જ અપમાનિત કર્યા હતા અને બાદમાં ઘરે પોલીસ મોકલીને બાપ-દિકરાની ધરપકડ કરાવી હતી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »