અહીં 500 બોડી વેઈટ સ્કોટની સ્પર્ધા થકી અપાયો ડ્રગ્સ ફ્રીનો મેસેજ

અહીં 500 બોડી વેઈટ સ્કોટની સ્પર્ધા થકી અપાયો ડ્રગ્સ ફ્રીનો મેસેજ

આજની યુવા પેઢી તમામ બાબતોમાં ઝડપી રિઝલ્ટની અપેક્ષા રાખે છે. આવું જ કંઈક બોડી બિલ્ડિંગમાં પણ છે. હોલીવુડ-બોલીવુડના ફિલ્મી હિરોના બાવડા જોયા બાદ તેઓ ઈન્સટન્ટ રિઝલ્ટ માટે મથતા હોય છે અને જાણે અજાણ્યે સ્ટીરોઈડ અથવા ડ્રગ્સના રવાડે ચઢી જઈ બોડી બિલ્ડિંગ કરતા થઈ જતા હોય છે. જેના  દુષ્પરિણામ જોવા મળે છે અને ઘણાં કિસ્સાઓમાં ઓર્ગન ફેઈલ્યોર તેમજ મોત થવા સુધીના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે ફીટ ઈન્ડિયાની મુવમેન્ટ આગળ વધરતા પાલનપોરના એસકે-27 જીમએ વેઈટ સ્કોટની સ્પર્ધા રાખી. જેમાં નેચરલ રીતે ફીટ રાખવાનો સંદેશો આપવામાં આવ્યો. આ જીમમાં આવનારી દરેક વ્યક્તિઓએ સ્પર્ધામાં ભાગ લીધો જોકે, તે પહેલા કેટલાક દિવસો પ્રેક્ટિસ કરાવવામાં આવી. એથ્લેટિકસ એક્સરસાઈઝ કરાવવામાં આવી.

જુના જમાનાના બાવડેબાજો દંડ-બેઠક પર ભાર મુકતા હતા. એ જ રીતે જીમના સંચાલકો વાસુ મુકાતીવાલા અને મેહુલ મુકાતીવાલાએ યુવાઓને ડ્રગ ફ્રી એક્સરસાઈઝ કરવાનો સંદેશો પાઠવ્યો. આપણે રોજ બરોજ લેતા ખોરાકમાં પણ પ્રોટીનની માત્રા હોય છે અને એવા ખોરાકનું વ્યવસ્થિત ડાયેટ પ્લાન કરવાથી પણ આપણે સારા મશલ્સ ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. જેથી તેના આધારે જ આગળ વધવા ભાગ લેનારા 50 જેટલા યુવાઓ તેમજ અન્ય લોકોને સંદેશો અપાયો હતો. 500 બેઠક મારનારા યુવાઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એસકે-27 એ સલમાન ખાન ફ્રેન્ચાઈઝીનું આખા ગુજરાત બલ્કિ દેશનું પહેલું જીમ સુરતમાં ખુલ્લું મુકાયું હતું અને તેમાં યુવાઓને ખોટા રવાડે ચઢ્યા વિના બોડી બિલ્ડંગ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના સાંનિધ્યમાં સુરતમાં ડ્રગ્સ ફ્રી મેરેથોન યોજાઈ હતી. સુરત પોલીસ લગાતાર આ અભિયાન ચલાવી રહ્યું છે. જેથી

  • રાજા શેખ (98980 34910)
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »