- સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
નામ- મહેબૂબ એટલે પ્રિય, ઓળખ- સુફી સંત બાવાથી. રહેવાસી- સુરત પણ પ્રસિદ્ધિ ગુજરાતની સાથે વિશ્વભરમાં. શાંતિ-એકતાના હીમાયતી બાવા સુફીઝમને વિશ્વભરમાં ફેલાવી રહ્યાં છે. તમને હેડલાઈન વાંચીને આશ્ચર્ય જરૂર થતુ હશે કે સુફી સંત છે, મુસ્લિમ ધર્મગુરુ છે, છતા તે ભાજપના ‘મહેબૂબ’ કેવી રીતે? પણ આ હકિકત છે. કદાચ તમે ફ્લેશબેકમાં જાઓ તો માલૂમ પડશે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના સદ્ભભાવના મિશનના આ બાવા વર્લ્ડ ફેમસ ચહેરા હતા. બસ ત્યારથી તેમની રાજકીય સફર કેન્દ્ર સુધી પહોંચી છે અને તેઓ ભાજપાના એક મજબૂત મુસ્લિમ ચહેરા તરીકે ઉભર્યા છે. ઉભર્યા જ નથી પણ તેઓએ મુસ્લિમોમાં ભાજપાની પેંઠ પણ વધારી છે. આંકડાં કહે છે કે, તેઓ ગુજરાત માઈનોરિટીના પ્રમુખ હતા (વર્ષ 2010થી 2021-ચાર ટર્મ) તે દરમિયાન ગુજરાતમાં ભાજપા તરફે 20 ટકાથી વધુ મુસ્લિમ વોટ શેર લઈ જવામાં અને 200 મુસ્લિમ કાઉન્સિલર જીતાડવામાં તેઓ અને તેમની ટીમ કામ્યાબ નીવડી છે. મુસ્લિમોને ભાજપા તરફે કરવા મહેબૂબ અલી ચિશ્તી બાવા કાશ્મીરથી લઈને પોંડિચેરી સુધીના 15 રાજ્યોની સફર ખેડી ચુક્યાં છે. ભણેલાં અને ગણેલાં આ બાવાનું કાશ્મીરમાં કરેલું ભાષણ એટલું પ્રચલિત થયું કે તેને ભાજપાની ઓફિશયલી વેબસાઈટ પર પ્રસારિત કરાયું અને તેને અત્યારસુધીમાં સૌથી વધુ (1.9 મિલિયન વ્યુઝ) જોવામાં આવ્યું. તેમની મહેનત અને વફાદારીને કારણે જ તેઓ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતનાની ગુડબુકમાં સ્થાન પામ્યા છે. ભાજપ પ્રત્યેની વફાદારીને કારણે તેમને અનેક વાર ધમકીઓ પણ મળી ચુકી છે પરિણામે સરકારે તેમને વિશેષરૂપે ગનમેન સાથેની સિક્યુરિટી પણ પુરી પાડી છે.
સુફીસંત મહેબૂબ અલી બાવા તેમના ખાનદાનમાંથી પહેલી વ્યક્તિ છે કે જેઓ સક્રિય રાજકારણમાં જોડાયા હોય. તેની પાછળનો તેમનો હેતુ સ્પષ્ટ છે કે, બધી કોમ વચ્ચે સદ્ભભાવના જળવાયેલી રહે, પછાત મુસ્લિમો મુખ્ય પ્રવાહમાં આવે અને સરકારી અનેક યોજનાઓનો લાભ લઘુમતિ સમાજને મળતો રહે. તેઓ ખાસ કરીને આ કાર્યમાં રત રહે છે.
રાજકારણમાં કેવી રીતે આવ્યા? :-

ફાંકડુ અંગ્રેજી, ગુજરાતી, ઉર્દુ અને અરબી ભાષા બોલતા સુફી સંત મહેબૂબ અલી બાવા (એમ.કે. ચિશ્તી) આમ તો ડિસ્ટિક્શન સાથે એમસીએ બીસીએ ઈલેક્ટ્રોનિક્સ થયા છે અને તેઓ અમેરિકા સેટલ થવા જઈ રહ્યાં હતા પરંતુ વારસાગત સુરત ઓલપાડ તાલુકામાં આવેલી અટોદરાની મશહૂર દરગાહના ગાદીપતિ તેમના મોટાભાઈના અકસ્માત બાદ તેઓએ 1997માં આ ગાદી સંભાળવી પડી. લાખો અનુયાયીઓની ગુહારને કારણે તેઓ બધુ સાઈડમાં મુકી ગાદીનસીન થયા. દરમિયાનમાં ઓલપાડ તાલુકામાં થયેલા નાનકડાં રમખાણો વખતે તેઓએ લોકોમાં શાંતિ-સુલેહ જળવાય તે માટે અનુયાયીઓના આગ્રહને કારણે કોંગ્રેસના અનેક મોટા નેતાઓને કહેણ મોકલ્યું પણ આ વિસ્તારના લોકો સાથે કોઈ નેતા ઉભો ન રહ્યો. આખરે ભાજપના તે વખતના ધારાસભ્ય ધનસુખભાઈ પટેલ અને તત્કાલિન મંત્રી નરોત્તમ પટેલના સંપર્કમાં આવી 1998માં ભાજપમાં પ્રવેશ કર્યો. ત્યારથી અત્યારસુધી તેઓએ પાછું વળીને જોયું નથી. કમ્યુનલ હાર્મની અને સદ્ભાવના અંગે તેઓની પાટીદાર સમાજમાં મંત્રી પુરુષોત્તમ રુપાલાની હાજરીમાં અપાયેલી સ્પીચ ખૂબ વખણાય અને વાત તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી. વર્ષ 2004માં ભાજપમાં સાઉથ ગુજરાત માઈનોરિટી મોર્ચામાં એક ઓરેટરથી શરૂ કરેલી સફળ તેઓને હજ કમિટીના ચેરમેન, મીડીયા પેનલિસ્ટ, વિધાનસભા-લોકસભાની ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના સભ્ય, ગુજરાત માઈનોરિટી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને ગુજરાત માઈનોરિટી મોર્ચાના પ્રેસિડન્ડથી લઈ હાલ નેશનલ જનરલ સેક્રેટરી સુધી પહોંચાડી ગઈ.
તેઓ વર્ષ 2010થી આજદીન સુધી બીજેપી ગુજરાત મીડિયા પેનલિસ્ટમાં છે. તેમના માટે કહેવાય છે કે, અડધી રાત્રે ઊંઘમાં ઉઠાડીને પણ તેમની સાથે કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરો તો પણ તેઓ સભાનપણે, સહજતાથી અનેક મુદ્દે સચોટ ચર્ચા કરી શકે છે. બાવા કુરાનની આયાતો પરથી સંદેશા આપવામાં જેટલા માહેર છે તેટલા જ તેઓ ગીતા અને બાઈબલ તેમજ કોઈ પણ ધર્મ પર તેમજ સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા કરી શકે છે. તે માટે તેઓએ બીજા નેતાઓની જેમ તૈયારી કરવી પડતી નથી.
સદ્ભભાવના મિશન અને વર્લ્ડ સુફી ફોરમ:-


ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વડાપ્રધાન મોદીએ વર્ષ 2011માં સદ્ભભાવના મિશન કરીને દરેક જિલ્લામાં જઈ અનશન કર્યાં હતા. જેમાં સુફી સંતે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે સમયે તે ગુજરાતના મુસ્લિમ ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. સુફી અનુયાયીઓને ત્યારથી જ ભાજપામાં જોડવાની શરૂઆત કરાઈ હતી. આ પહેલા ભાજપાને એક ટકા જ મુસ્લિમ વોટ મળતા હતા. વર્ષ 2010માં ભાજપ માઈનોરિટી પ્રેસિડન્ટ તરીકે વરાયેલા બાવાએ આ સમયથી મહેનત કરીને 20 ટકા મુસ્લિમ વોટોને ભાજપામાં લઈ જવામાં સફળતા મેળવી હતી. આ સંમેલનની સફળતા માટેના કાર્યક્રમની સ્પીચમાં ભાજપના ‘મહેબૂબ’નો ઓફિશિયલી આભાર વ્યક્ત કરાયો.
ત્યારબાદ ‘નમો’ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારબાદ પહેલીવાર વિશ્વ કક્ષાની સુફી ફોરમ-2016 દિલ્હીમાં આયોજિત કરાઈ હતી. જેના આયોજક તરીકે સુફી સંત મહેબૂબ અલી બાવાએ જવાબદારી ઉઠાવી હતી અને 17-20 માર્ચ 2016ના રોજ 20 દેશના 3 લાખથી વધુ સુફી સમુદાયના લોકો રામલીલા મેદાનમાં ભેગા થયા. સુફીઝમ અને આતંકવાદ વચ્ચેનો ભેદ પર ચર્ચા કરવા માટે 40થી વધુ સુફી સંતોએ મંચ પર સ્થાન જમાવી તે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવલ અને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ચર્ચા કરી અને સંબોધી.
મુસ્લિમો પ્રત્યે નફરત અંગે શું કહેવું છે?

ભાજપામાં મુસ્લિમોને સામેલ કરીને મજબૂતી બક્ષવાની મહેનત કરતા મહેબૂબ અલી બાવાને ‘ન્યૂઝનેટવર્ક્સ -સિટી સમયે’ પુછ્યું કે મુસ્લિમો પ્રત્યેની નફરતો વધવા પાછળ તમે કોને જવાબદાર ઠેરવો છો? આ મતલબનો જવાબ આપતા તેઓએ કહ્યું કે, ‘‘ ભારતનો ઈતિહાસ પહેલાંથી જ સંવેદનશીલ રહ્યો છે. હંમેશા પ્રચાર-પ્રસાર અચ્છાઈને બદલે નેગેટિવ બાબતોના વધુ થઈ રહ્યો છે. મીડીયા પણ નેગેટિવ સમાચારોને પ્રાધાન્ય આપે છે. સદ્ભભાવનાના બનાવો દેશમાં દુર્ભાવના કરતા અનેક ગણાં બને છે પણ તેને દેખાડતું નથી. હાલ સોશ્યલ મીડીયાના સમયમાં નેગેટિવ માધ્યમોનો પ્રભાવ વધ્યો છે. ભાજપાના શાસનમાં આવી ઘટના વધી તેવું ન કહીં શકાય. કોંગ્રેસના શાસન દરમિયાન દેશમાં 11000થી વધુ કોમી રમખાણો થયા પરંતુ તે સમયે ટીવી-સોશ્યલ મીડીયાનો જમાનો ન હતો જેથી, તે ઘટનાઓ ત્વરિત સામે આવતી ન હતી અને તેની અસરકારતા સામે આવતી ન હતી. આ બધી બાબતોને ઘટાડવા માટે વિદ્વાન, સમજદાર અને શ્રેષ્ઠ નાગરિકોએ આગળ આવવું પડશે અને એકબીજા સાથે સંકલન સાંધી દેશમાં સદ્ભભાવના-એકલાખ માટે કામ કરવું પડશે. એકબીજાનો વિશ્વાસ વધારવો પડશે.
તમે આગળ શું કરવા ઈચ્છો છો?
બાવાએ કહ્યું કે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઉસકે, જે ગુલસિતા હમારા. દેશ-વિદેશોમાં ભારતની ચમક-દમક બરકરાર રહે તે માટે સુફીઝમના માધ્યમથી હું વડાપ્રધાન મોદીના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મિશનને આગળ વધરવા ભરપૂર કોશિશ કરી રહ્યો છું. આપણે બધા મળીને દુર્ભાવનાઓને નકારીને, નજરઅંદાજ કરીને સદ્ભભાવના અને પ્રેમ, એકલાસ-એકતા માટે કામ કરીએ તેનો પ્રચાર-પ્રસાર કરીએ તે જરૂરી છે અને હું તેના માટે કામ કરતો રહીશ.
થોડા હટકે… ‘મહેબૂબ’ 165 દેશોમાં સુફીઝમનો આશ્વાદ ચખાડે છે

ભાજપના ‘મહેબૂબ’ પહેલાં સુફીઝમ અને તેમના વિશ્વભરના અનુયાયીઓના પણ ‘મહેબૂબ’ છે. તેઓ ઉમ્માહ ઈન્ટરનેશનલ ચેનલ બ્લકબર્ન-યુકેના ફાઉન્ડર એડવાઈઝર છે અને આ માધ્યમથી તેમના ધાર્મિક સંદેશાઓ ટેલિકાસ્ટ કરીને વિશ્વના 165 દેશોમાં રહેતા તેમના અનુયાયીઓ સુધી પહોંચાડે છે. તેઓ વર્લ્ડ પીસ સેન્ટર, એટલાન્ટા અમેરિકા-પાટીદાર સમાજના એડવાઈઝર છે. સામાજિક સેવા તેઓ ઉમ્માહ ગ્લોબલ રિલીફ કમિટી-યુકેના માધ્યમથી કરી રહ્યાં છે. તેઓ યુકે, યુએસએ, આફ્રિકા સહિતના દેશોમાં રજીસ્ટર થયેલી સંસ્થા ચીશ્તીયા ગ્રુપ ઓફ સુફીઝમના પ્રેસિડન્ટ છે. દેશ-વિદેશના અનેક સુફી કાર્યક્રમોમાં હાજર રહીને અનુયાયીઓને તેઓ ધાર્મિક તેમજ સદ્ભભાવનાના સંદેશા આપતા રહે છે.
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group