પૃથ્વીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન

પૃથ્વીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થયા બાદ હવે દેશભરના લોકોને ત્યાં વસવાટ કરવાનો પરવાનો મળી રહ્યો છે. હવે દેશની કોઇપણ વ્યક્તિ આ સ્વર્ગમાં જમીન ખરીદી શકશે અને ધંધારોજગારની સાથે વસવાટ કરી શકશે. જોકે, ખેતીની જમીન લઈ પ્રતિબંધ યથાવત રખાયો છે. ગૃહમંત્રાલય દ્વારા મંગળવારના રોજ તેના અંતર્ગત નવું નોટિફિકેશન રજૂ કરાયું છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના મતે અમે ઇચ્છીએ છીએ કે બહારની ઇન્ડસ્ટ્રીઝ જમ્મુ-કાશ્મીરમાં આવે આથી ઇન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઇન્વેસ્ટની જરૂર છે. પરંતુ ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ નોટિફિકેશન  પહેલાં જમ્મુ-કાશ્મીરમાં માત્ર ત્યાંના રહેવાસી જ જમીનનું ખરીદ-વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી જનારા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની અંતર્ગત લીધો છે, તેના અંતર્ગત કોઇપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં ફેકટરી, ઘર કે દુકાન માટે જમીન ખરીદી શકે છે. તેના માટે કોઇપણ પ્રકારના સ્થાનિક રહેવાસી હોવાનો પુરાવો આપવાની જરૂર રહેશે નહીં.

નોંધનીય છે કે, હાલ 370 નાબૂદ કરવા પર ત્યાના તમામ રાજકીય પક્ષએ તેની સામે લડત ચલાવવા એક એલાયન્સ બનાવ્યું છે અને પીડીપી નેતા મહેબૂબા મુફતીએ તો કાશ્મીરનો ધ્વંજ નહીં તો ભારતનો ધ્વંજ નહીં તેવું નિવેદન કરતા ભારે વિવાદ થયો છે અને ભાજપાના કાર્યકરોએ ધ્વંજ યાત્રા કાઢીને પીડીપીના કાર્યાલય પર પણ ધ્વંજ ફરકાવ્યો હતો ત્યારે આ નવા નિર્ણય ખૂબ જ મહત્વનો બની રહે છે.

Leave a Reply

Translate »