અમદાવાદઃ ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ ખાતે મૂલ્યો, નીતી શાસ્ત્ર અને માનવતાનું વ્યવાસાયિક જીવનમાં કેટલું મહત્વ છે તેના પર લેક્ચર આપ્યું હતું. અહીં ભાગવત ગીતા પર પ્રોફેસર સુનિલ મહેશ્વરી (ડીન, એલ્યુમનિ એન્ડ એક્સર્ટનલ અફેયર્સ)ના ચાલી રહેલા 40 સ્ટુડન્ટના વિશેષ સત્રમાં ડૉ. ફારુક પટેલને આમંત્રિત કરાયા હતા. જેમાં એક કલાક તેઓએ પોતાનું સંબોધન આપ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થોઓના સવાલના જવાબ પણ આપ્યા હતા.
ડો. ફારુક પટેલના આઈઆઈએમ અમદાવાદમાં આપેલા લેક્ચરનો પુરો વીડીયો જોવા નીચે આપેલી યુટ્યુબ લિંક પર ક્લીક કરો….
ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતા અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે વેલ્યુ, એથિક્સ પકડી રાખી તેમજ માનવતાવાદી નીતી અખત્યાર કરીને સફળતાની કેડી કંડારી તે અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. ડૉ. ફારુકે કહ્યું હતુ કે, તમે જીવનમાં માનવતાને પ્રાધાન્ય આપો, લોકો માટે કંઈક કરી છુટવાની ભાવના મનમાં રાખો તો તમે જોશો કે ઈશ્વરીશક્તિની તમને આપોઆપ મદદ મળતી થશે. જીવનમાં કંઈક એવું કરી જાવ કે જે આવનારી પેઢી માટે ઉપયોગી નીવડે, માનવતા માટે ઉપયોગી નીવડે. આ વિશેષ લેકચરમાં તેઓએ ઉદાહરણ ટાંકતા કહ્યું કે, આજના યુગમાં પણ આપણે મોહંમદ પયંગબર સાહેબ , ભગવાન કૃષ્ણ, ઈસા મસીહ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ઈત્યાદીને કેમ યાદ કરીએ છીએ,? કેમ તેમના પગલે ચાલીએ છે? કેમ તેમના આચરણોને અનુસરિએ છે? તે તમે વિચાર્યું છે.? કેમ કે તેઓ એવા મૂલ્યો, વેલ્યુસ આપણી સમક્ષ મુકી ગયા છે. જો તમારે મોતને માત આપવી હોય અને વર્ષો સુધી લોકોના દિલોમાં જગ્યા બનાવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપીને આગળ વધો. મોતને માત આપવાનો મતલબ છે કે, લાખો, કરોડો વર્ષો સુધી લોકો તમને યાદ કરે તેવા સારા કાર્યો કરવા. અસરફુલ મખલુકાત યાની ઈશ્વરનું બેસ્ટ ક્રિએશન ઇન્સાનને તમે ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ કાર્યો કરશો તો વિશ્વાસ રાખજો તમે કયામત સુધી યાદ રહેશો.
બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત કોમન જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. ડો. ફારુકે કહ્યું હતુ કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે.
આ એક્ઝાપ્લે વિદ્યાર્થીઓના દિલ જીત્યા:
ડો. ફારુક પટેલે પોતાના લેક્ચરમાં બે એક્ઝામ્પલ ટાંકયા:
(1) સદીઓ પહેલા એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને એક-એક કબૂતર આપ્યું અને કહ્યું કે, તમને કોઈ ન જોતું હોય ત્યાં જઈને તેની ગરદન મરોડી આવો. કોઈ વિદ્યાર્થી બંધ કમરામાં ગયું, કોઈ ભોયરામાં ગયું, કોઈ બાથરૂમમાં ગયું, કોઈ આવવારું જગ્યા પર જઈને કબૂતરની ગરદન મરોડી આવ્યા. એક વિદ્યાર્થી હાથમાં જીવતું કબૂતર લઈને આવ્યું, શિક્ષકે પૂછ્યું કે કેમ તને કોઈ જોતુ ન હોય તેવી જગ્યા ન મળી, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે, સર હું ઘણી જગ્યાએ ગયો પણ દરેક જગ્યાએ ‘ઈશ્વર’ તો મને જોતો જ હતો. ડો. ફારુકે આ દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, દિમાગ કરતા દિલનો ઉપયોગ કરો અને બંને વચ્ચે સંકલન સાંધો. દિલ તો હંમેશા ઈશ્વરમય જ હોય છે એટલે તમે ગલત રાહ પર ચાલતા બચી શકશો.
(2) ડો. ફારુક પટેલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે, દરિયાઈ મૌજાઓ ખૂબ ઉછળ્યા અને તેમાં હજારોની સંખ્યામાં ‘સ્ટાર ફીસ’ કિનારા પર આવી ગઈ. એક બાળકે આ જોયું અને તેણે જઈને એક એક સ્ટાર ફીસને ફરી દરિયામાં નાંખવાની શરૂઆત કરી. તે સમયે એક ઈન્ટેલિજન્ટ વ્યક્તિ ત્યાંથી પસાર થયો, તે બાળક પર હસ્યો અને ટોકતા કહ્યું કે, તુ આટલી બધી સ્ટાર ફીસને કેવી રીતે બચાવી શકશે, આનાથી આ બધીને ફાયદો થવાનો નથી. સંખ્યાબંધ મરી જશે અને તુ પણ થાકી જશે. ત્યારે એ બાળકે ફરી એક સ્ટાર ફીસ રેતીમાંથી ઉંચકી અને દરિયામાં ઘા કર્યો અને કહ્યું કે, કોઈ બીજી માછલીને ફાયદો થાય કે ન થાય આને તો થશે જ અને તે બચી જશે. ડો. ફારુક કહેવા માંગતા હતા કે, તમે નેકી કરવાની શરૂઆત કરી દો. નાની તો નાની. અગર તમે કોઈ બુરી બાબત જુઓ છો તો, તેને રોકવાની કોશિશ કરો. એ ન કરી શકો તો બોલીને રોકો. તમે એમ ન કરી શકો તો લખીને રોકો. અગર આમાથી કંઈ ન કરી શકો તો કમ સે કમ દિલમાં તો તે બાબત બુરી છે તેવું ફીલ કરો.