આ ‘ફોરમ’ પર સુરતીઓ બની રહ્યાં છે ‘ડિજિટલી’ સ્ટ્રોંગ

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

જમાનો ઓનલાઈનનો છે. જમાનો ડિજિટલનો છે. જમાનો સોશ્યલ મીડીયાનો છે. જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો છે. ઘણાં લોકો ‘ડિજિટલી’ થઈને સોશ્યલ મીડીયાના માધ્યમથી લાખો કમાય રહ્યાં છે. બિઝનેસ વધારી રહ્યાં છે. દરેકને આ વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની હાજરી પુરાવવી છે. કેટલાક અનઆવડતથી ગમે તેમ ઉપયોગ કરે છે. ઘણાં જાતે જાતે શીખીને પોતે ‘મહારથી’ હોય તે રીતે વર્તે છે. જોકે, મોટે ભાગના લોકોને ખરું, સાચું, ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોતું નથી. જોકે, સુરતની એક એવી એન્ટરપ્રિન્યોર છે જેનું ‘ફોરમ’ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ‘ડિજિટલ માર્કેટિંગ’ની ‘મહેક’ ફેલાવતું રહે છે. નામ છે અસ્સલ સુરતી ‘ફોરમ મારફતિયા’. ફોરમ માત્ર સાડા ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં જ 10 હજારથી વધુ લોકોનું ‘ડિજિટલાઈઝેશન’ કરી ચુક્યાં છે. આમ તો ફોરમનું બેકગ્રાઉન્ડ આઈટી ક્ષેત્રનું. શરૂઆતમાં બેંગ્લોરમાં જોબ પણ કરી પણ મન ‘નોકર’ બની રહેવા માન્યું નહીં અને એક મનમાં સનક જાગી કે કેમ ન હું મારા હોમ ટાઉન સુરત-સાઉથ ગુજરાતને ડિજીટલી મજબૂત કરું? બસ ત્યારબાદ બેંગ્લોરને બાય-બાય કર્યું અને સુરતમાં પોતાના નામથી જ ‘ફોરમ મારફતિયા’ બ્રાન્ડનો જન્મ થયો. ‘ગો ડિજિટલ, ગ્રો ડિજિટલ’નું સપનું બિઝનેસમેન, નવા વ્યવસાયી, આ ક્ષેત્રમાં પગ જમાવવા માંગતા યુવાધનના મનમાં વાવ્યું અને તે સફળ થયું. ફોરમ ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ કન્સલન્સી શરૂ કરી અને બાદમાં અધિકૃત ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું.

અધિકૃત ટ્રેઈનર:

ફોરમે જ્યારે આ વ્યવસાયમાં પગ મુક્યો ત્યારે તેઓએ અનુભવ્યું કે, Google, Facebook અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંબંધિત ડેટાનો ઉપયોગ કરીને સંભવિત ખરીદદારોને લક્ષ્ય બનાવે છે અને પોતાનો બિઝનેસ વધુ ઊંચાઈએ લઈ જાય તેવી ડિજિટલ માર્કેટિંગી તાલીમ આપતી કોઈ વિશ્વસનીય સંસ્થાઓ નથી અથવા તો પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમો ચલાવતી એકેડમી ન હતી. ફોરમે એ બીડું ઉપાડ્યું અને પોતે ફેસબુક બ્લુપ્રિન્ટ સર્ટિફિકેશન, ગુગલ પાર્ટનર, ઈનબાઉન્ડ માર્કેટિંગ સર્ટીફાઈ, ટ્રેઈન ધ ટ્રેઈનર પ્રોગ્રામ, ગુગલ ડિજિટલ અનલોક સહિતની ટ્રેનિંગ પોતે લીધી અને અધિકૃત ટ્રેઈનર તરીકે કામ શરૂ કર્યું. ફોરમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને પણ ટ્રેનિંગ સેશન ચલાવતા આવ્યા છે. તેમના ત્યાં શીખતા લોકોને અધિકૃત સર્ટિફિકેટ અપાય છે જેથી, તેઓ પોતે પણ ડિજિટલ મેનેજર તરીકે જોબ મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે. જોકે, તે પહેલા ફોરમએ લોકોને ડિજિટલ માર્કેટિંગ કેટલું ઉપયોગી છે તે માટે જાગૃત કરવા ઘણાં સેમિનાર, ટોક શો અને જાગૃત્તિ પ્રોગ્રામ કરવા પડ્યાં. તેમના સેમિનારનો 35000થી વધુ લોકોએ લાભ લીધો અને પોતે અત્યારસુધી 7000થી વધુ લોકોને પ્રેક્ટિલી તાલીમ આપી ચુક્યા છે. બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં 150થી લોકોને કન્સલટન્સી આપી ચુક્યાં છે. તેમની ખાસિયત એ છે કે, તેઓ બે યુવતીઓને દત્તક લઈને અને પાંચ હાઉસકીપર સ્ટાફને પણ આ ટ્રેનિંગ આપીને જોબ અપાવી. બસ તેમણે ધૂણી ધખાવી છે કે, મારા સુરતીઓ ગ્લોબલી ડિજિટલી ચમકે અને બિઝનેસ વધારે. ફોરમ WICCI ના પણ ઉપાધ્યક્ષ છે અને મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયાસરત રહે છે.

‘ફોરમ’ કહે છે કે, હું સ્પર્ધામાં નથી માનતી, મારે તો બસ ડિજિટલ માર્કેટિંગની ‘ખુશ્બુ’ ફેલાવવી છે

ફોરમ મારફતિયા કહે છે કે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું, તે ડિજિટલ માર્કેટિંગ નથી’ તેના માટે ઘણી મહેનત અને જ્ઞાનની જરૂરત છે. એક માર્કેટિંગ સ્ટ્રેટજીની જરૂરિયાત છે. જેમાં , ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ, કન્ટેન્ટ જનરેશન, સામાજિક જાગૃતિ, ઓનલાઈન PR, SEO, વગેરેનો સમાવેશ થાય છે. ફોરમ કહે છે કે, હું સ્પર્ધામાં માનતી નથી , હું મારા જેવા અનેક એન્ટરપ્રિન્યોર ઊભા કરવા માંગુ છું. હું ઈકો સિસ્ટમ ઊભી કરવા ઈચ્છુ છું. https://forummarfatia.com/

Leave a Reply

Translate »