કેપી-કાદરી ખિદમત પેનલની 7 હજાર વિદ્યાર્થીઓના હિતમાં કરેલી વિવિધ સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક ગતિવિધિઓને દરેક સમાજે વધાવી લીધી.
સુરત:
80 વર્ષ ઉપરાંતથી શહેરના મધ્યમાં ચાલતી ધ સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ)માં 2 મે-2026ના રોજ ચૂંટણી યોજાવાની હતી પરંતુ હાલની કેપી-કાદરી ખિદમત પેનલના 21 ઉમેદવારો સામે એક પણ ઉમેદવાર ઊભા રહ્યાં ન હતા.
વિવિધ સમાજ તરફથી આ પેનલની પાછલા વર્ષોની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક વિવિધ ગતિવિધિઓને સાત હજારથી વધુ બાળકોના હિતમાં વધાવી લેવાય હતી અને નિર્વિધ્ન આ જ ટીમને ફરી સત્તાનું સુકાન આપવાનું નક્કી કરાયું હતું. જે બાળકોના બહેતર ભવિષ્ય નિર્માણ કરવાની દિશામાં સમાજની એકતા-અંખડિતતા-એકરૂપતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના પ્રમુખ ડો. નસીમ કાદરી અને જનરલ સેક્રેટરી અબ્દુલ હઈ મુલ્લાએ ટીમ વતી જણાવ્યું હતું કે, અમારી ટીમે કરેલા કાર્યો માટે સમાજે અમને ખૂબ જ સહકાર આપ્યો છે.
સમાજનો બિનહરિફ અમને ફરી સુકાન આપવાનો અર્થ અમારા પ્રતિ તેમનો વિશ્વાસ ધરાવે છે અને શિક્ષણ ક્ષેત્રે, સાત હજાર વિદ્યાર્થીઓના બહેતર ભવિષ્ય માટે અમારી જવાબદારીમાં વધારો કરે છે.
અમે કેપી-કાદરી ખિદમત પેનલ વતી પ્રત્યેક સમાજની વ્યક્તિઓનો અને આજીવન સભ્યોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે માત્ર સ્કૂલિંગ જ નહીં પરંતુ બાળકો જીવનમાં પોતપોતાના ક્ષેત્રોમાં ઉચ્ચ મુકામ હાંસિલ કરે અને દેશની ઉન્નતિમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તે રીતે તેઓને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે.
આવનારા વર્ષોમાં સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશનનું નામ અહીં ભણતા વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં વધુ પ્રજવલ્લિત કરશે તેવી અમે ખાતરી આપીએ છીએ.
———————————

