ફૂલ ગરમીમાં અહીં ટાઢક : કેપી ગ્રુપના સહયોગથી સંપ્રતિ ફાઉન્ડેશનની ‘છાસ ભક્તિ’

રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં વિખ્યાત સુરતના કેપી ગ્રુપના સહયોગથી સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા અડાજણ પાટિયા ખાતે” સંપ્રતિ છાશ ભક્તિ કેન્દ્ર ” નો શુભારંભ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે કરવામાં આવ્યો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર અને ફાઉન્ડેશનના ચેરમેન નિરવભાઈ શાહના જન્મદિવસના ઉપલક્ષમાં શરૂ થયેલો એક મહિના છાસ યજ્ઞના શુભારંભ સમારોહમાં સહયોગી કેપી ગ્રુપના ડિરેક્ટર અફ્ફાન ફારુક પટેલે પણ ઉપસ્થિત રહી રાહદારીઓને છાસ વિતરણ કર્યું હતું.

હાલ ઉનાળો તેનો ચરમ પર છે અને કાગઝાળ ગરમીમાં બપોરે ઘરેથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સુરત શહેરના પ્રજાજનોને કુલરની ઠંડી હવા અને બેસવાની વ્યવસ્થા સાથે વિનામૂલ્યે ઠંડી મસાલા છાશ વિતરણ કરી સેવા આપવાનો આ એક નમ્ર પ્રયાસ રહ્યો છે. રોજ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન લગાતાર એક મહિનો સુધી સંપ્રતિ ફાઉન્ડેશનની ટીમ અહીં મસાલા છાસ વિનામૂલ્યે વિતરિત કરશે. સંપ્રતિ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નિરવ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા વર્ષોમાં પણ આનાથી પણ વધારે ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યક્રમનું આયોજન સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા કે પી ગ્રુપ અને તેના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગથી કરવામાં આવશે. આ પહેલા પણ મેડીકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય સહિતના અનેક કાર્યક્રમો પ્રત્યેક વર્ષે કેપી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત પ્રસંગે ડીસીપી લખદિરસિંહ ઝાલા , મહાનગરપાલિકાના નવનિયુક્ત નગરસેવક વૈશાલીબેન શાહ, રાજુભાઇ પ્રિયદર્શી, અશોકભાઈ શાહ, દેવેન્દ્રભાઈ બોકડીયા, હર્ષ મહેતા તથા પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુરભાઈ ચપટવાલા સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા .

Leave a Reply

Translate »