ગુજરાતનું ગૌરવ: કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ બ્રિક્સ ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત

ગુજરાતનું ગૌરવ: કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ બ્રિક્સ ઇન્ટરનેશનલ

દિલ્હી: કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલને ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલા બ્રિક્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ-૨૦૨૬ દરમિયાન બ્રિક્સ ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ એનર્જી લીડરશીપથી સન્માનિત કરવામાં આવ્યા. જે ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત છેે. ડૉ. પટેલને મળેલું આ સન્માન વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારતની વધતી લીડરશિપને પ્રતિબિંબિત કરે છે.  
ડૉ. ફારુક પટેલને ક્લીન એનર્જી એડોપ્શનને પ્રોત્સાહન આપવા તથા ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીને સમર્થન આપતી લાર્જ-સ્કેલ રિન્યુએબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું. તેમના નેતૃત્વ હેઠળ કેપી ગ્રુપ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભર્યું છે, જે સોલાર, વિન્ડ, હાઇબ્રિડ પાવર અને ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને ઈન્ફ્રા. ડેવલપેમેન્ટ જેવા ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો ધરાવે છે.

બ્રિક્સ કલ્ચરલ મીડિયા ફોરમ દ્વારા આયોજિત આ ફોરમમાં બ્રિક્સ દેશોના પોલિસીમેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇનોવેટર્સ એકત્રિત થયા હતા, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ, સસ્ટેનેબિલિટી અને કલ્ચરલ એક્સચેન્જ ક્ષેત્રે સહકાર વધારવા પર ભાર મૂકાયો હતો. આ ફોરમે સસ્ટેનેબિલિટી અને કલ્ચરલ ડિપ્લોમસીના સમન્વય દ્વારા બ્રિક્સ ઇકોનોમીઝ કેવી રીતે વિકાસને વેગ આપી શકે તે અંગે વિચારવિમર્શ માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું.
ફોરમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે ડૉ.ફારુક પટેલે ઇમર્જિંગ ઇકોનોમીઝના ભવિષ્યને આકાર આપવામાં રિન્યુએબલ એનર્જીની પરિવર્તનકારી ભૂમિકા વિષે ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સસ્ટેનેબલ એનર્જી હવે માત્ર પર્યાવરણીય આવશ્યકતા નથી, પરંતુ લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા માટે એક નિર્ણાયક પરિબળ છે.
નોંધનીય છે કે,
બ્રિક્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ૨૦૨૬એ ક્લાઇમેટ ચેન્જ, એનર્જી સિક્યુરિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા ક્રોસ-બોર્ડર પાર્ટનરશિપ્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.

Leave a Reply

Translate »