15 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન
• 84 નગરપાલિકાઓમાં 59% મતદાન
• 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન
• 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61% જેટલું મતદાન
ગુજરાતમાં 15 મહાનગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 એપ્રિલ, રવિવારના રોજ તેજ ગરમી વચ્ચે છૂટમૂટ છમકલાને બાદ કરતા શાંતિપૂર્ણરીતે 53 ટકા મતદાન પૂર્ણ થયું છે, સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું જોકે, શરૂઆતના બે કલાક ધીમા મતદાન બાદ થોડુ જોર વધ્યું હતુ જોકે, ભારે ગરમીને કારણે બપોરે 12થી 4 ફરી મતદાનની ગતિ મંદ પડી ગઈ હતી અને સાંજ પડતા મહાનગર પાલિકાઓનું 53 ટકા અને આખા રાજ્યની દરેક પાલિકા, પંચાયત મળીને કુલ સરેરાશ 57.08 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતની ચૂંટણીમાં સ્થાનિક કેટલાક મુદ્દાઓની સાથોસાથ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ જોવા મળ્યા હતા. ઈરાન યુદ્ધ, ગેસ ઈશ્યુથી લઈ ઘણાં મુદ્દાઓ છવાયા હતા.
આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 53% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે. મતદાનનો નવા આંકડો મોડે આવશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં બંધ થયું છે અને તેનો પરથી 28 એપ્રિલે પરદો ઊંચકાશે. આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી મેદાનમાં ઉતરી હતી તો કેટલાક સ્થળે ઔવેસીની પણ પાર્ટી ઉતરી છે. ત્યારે પરિણામ રસપ્રદ બની રહે એમ છે. વિવિધ મહાનગર પાલિકા-નપાઓમાં એન્ટી ઈન્કમબન્સી જોવા મળે છે કે ફરી સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવે છે તે જોવુ રસપ્રદ રહેશે. 15 મહાનગર પાલિકાની વાત કરીએ તો અહીં 1001 બેઠકો માટે 3145 ઉમેદવારો અંગે જનતા જનાર્દનનો ફેંસલો આવશે.
