• Thu. Nov 30th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

WRની યુસીસીસી સિસ્ટમની રેલવે બોર્ડના અધ્યક્ષે પ્રશંસા કરી

railwaybord

રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી સુનીત શર્માએ 7 નવેમ્બર, 2021ના રોજ ચર્ચગેટ, મુંબઈખાતે  પશ્ચિમ રેલવે મુખ્યાલયની  મુલાકાત  લીધી. તેઓએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ, વિવિધ વિભાગો અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મંડળ  રેલ પ્રબંધકની સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.  પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે  રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ મુખ્ય  કાર્યકારી અધિકારીને  એક  સ્મૃતિ ચિન્હની સાથે જ “ફિલોસોફીના સિદ્ધાંતો”ને ફ્રેમ કરીને  રજુ કર્યું.ફિલોસોફીના સિદ્ધાંતો “રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ”, “અંત્યોદય” (સમાવેશક વિકાસ),  “સામાજિક સંવાદિતા” ( સામાજિક સંવાદિતા) ઝીરો ટોલરન્સ અને  ‘હંગ્રી ફોર કાર્ગો’ જેવા પાસાઓનો સારાંશ આપે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે દ્વારા પ્રસ્તુત  કરેલી  એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ/વિકાસ અને સિદ્ધિઓ અંગે અધ્યક્ષને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શ્રી શર્માએ પશ્ચિમ રેલવેના બિઝનેસ ડેવલપમેન્ટ એકમોની કામગીરીની સમીક્ષા કરી હતી અને ‘હંગ્રી ફોર કાર્ગો’ના ઉદ્દેશ્ય સાથે નૂર ચળવળ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રેલ્વે બોર્ડના અધ્યક્ષે તેમના સંબોધનમાં પશ્ચિમ રેલ્વેના પ્રયત્નો અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને અધિકારીઓને કર્મચારીઓના કલ્યાણ માટેના પગલાંને વધારવા તેમજ સલામતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. પશ્ચિમ રેલ્વે પર ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવી કે નવી લાઇન, ગેજ કન્વર્ઝન, ડબલીંગ વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી શર્માએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત તમામ બાંધકામ પ્રોજેક્ટને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખર્ચના તર્કસંગતકરણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મીટિંગ પછી, શ્રી શર્માએ ચર્ચગેટ સ્ટેશન પર નવા બંધાયેલા જાહેર ફરિયાદ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. તેમણે મોટરમેન અને ગાર્ડ માટે ચર્ચગેટ ખાતે ક્રૂ લોબી અને ટ્રાન્ક્વીલીટી રૂમની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.

આના પછી શ્રી શર્માએ ઉપનગરીય લોકલ થી દ્વિતીય શ્રેણી ના કોચ માં ચર્ચગેટ થી મુંબઈ સેન્ટ્રલ સુધી મુસાફરી કરી. પોતાની મુસાફરી દરમિયાન તેઓએ મુસાફરી સાથે વાત ચીત કરી અને તેઓના જાણ્યા. તે પછી તેઓએ વેટીંગ રૂમ નું નિરીક્ષણ કર્યું તથા સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર સ્થિત એક શુદ્ધ, અત્યાધુનિક રિટાયરિંગ રૂમ “અર્બન પૉડ” ની પણ મુલાકાત લીધી. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ની પોતાની મુલાકાત પછી શ્રી શર્મા એ ડિવિઝન ઓફિસ માં યૂનિફાઈડ કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટ્રલ (UCCC) નું ઉદ્ધઘાટન કર્યું. મુંબઈ ડિવિઝન ની યુસીસીસી  ભારતીય રેલ્વે પર એક અજોડ પહેલ છે, જો કોઈ ઉન્નત અને અત્યાધુનિક વિશેષતાઓ થી લૈસ છે. શ્રી શર્મા યુસીસીસીસી થી પ્રભાવિત થયા અને તેઓએ આ ઉન્નત ટેક્નિક ની પ્રશંસા કરી. 587 ચોરસ મીટર ના ક્ષેત્ર માં નિર્મિત યુસીસીસી ને એગ્રોનોમિક વિશેષતાઓ અને અત્યાધુનિક પરિવેશ ની સાથે સૌંદર્યપૂર્ણ રૂપ થી ડિઝાઇન કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન માં યૂનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (યુસીસીસી) ની કેટલીક મુખ્ય વિશેષતાઓ :-
– આ રેલ્વે ના મુખ્ય કર્યો માં નોટીસ સિસ્ટમ ને સંકલિત કરે છે.
– યુસીસીસી સમર્પિત સંચાર અને આઈટી અનુપ્રયોગ પેકેજો દ્વારા મુંબઈ સેન્ટ્રલ કન્ટ્રોલ થી ફેલાયેલ ભૌગોલિક નિયંત્રણ ક્ષેત્રાધિકારોં ને પણ સંકલિત કરે છે. જેમાં વલસાડ નિયંત્રણ ક્ષેત્ર નંદુરબાર નિયંત્રણ ક્ષેત્ર શામેલ છે.
– યુસીસીસી મુંબઈ ઉપનગરીય સિસ્ટમ પર સંકલિત સિસ્ટમ આધારે વિકસિત કરવામાં આવતા 2700+ સીસીટીવી નેટવર્ક ની દેખરેખ, દૂરસ્થ મેનેજમેન્ટ અને સમસ્યા નિવારણ સહીત એક કેન્દ્રીકૃત ઘટના મેનેજમેન્ટ સિસ્ટમ પ્રદાન કરે છે.
– પૂર, વરસાદ, અતિક્રમણ અને બહાર ની એજન્સીઓ જેમ કે જિલ્લો અને નગરપાલિકા અધિકારીઓ, પોલીસ, અગ્નિશામક, હોસ્પિટલો, નૌસેના ની સાથે-સાથે તટ રક્ષક ની સાથે સંચાર સંપર્ક સહિત આનાથી સંબંધિત લગભગ દરેક પાસાઓ પર સૂચનાની સ્ટ્રીમિંગ ની સાથે આપત્તિ વ્યવસ્થાપન માટે યુસીસીસી નિર્બાધ રૂપ થી સુવિધાજનક છે.
યુસીસીસી સિસ્ટમ ને જોતા, શ્રી શર્માએ જે વિશેષતાઓની પ્રસંશા કરી જે દિન-પ્રિતિદિન ડેટા સંગ્રહ અને દેતા દેખરેખ ને સક્ષમ બનાવે છે. તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો ની પણ પ્રસંશા કરી અને બધા ને સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યું. 

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »