કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું


કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના બિઝનેસને બંધ કરીને હાલની જરૂરિયાત મુજબના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. નવી કંપનીઓએ કોરોનાની આપત્તિને અવસરરૂપે લઈ કામ શરૂ કર્યું છે. કાેરાેનામાં સ્વાસ્થ્યથી લઈને સેનિટાઇઝેશન સુધીના ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નવી કંપનીઓની રચના કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2019-20માં કુલ 1 લાખ 3 હજાર 64 નવી કંપનીઓની રચના સામે વર્ષ 2020-21માં તેમની સંખ્યા વધીને 1 લાખ 47 હજાર 247 થઈ ગઈ છે. એટલે કે તેમાં 43% નો વધારો થયો છે.
નાેંધાયેલા રેકાેર્ડ મુજબ સીવેજ અને સેનિટેશન ક્ષેત્રમાં 2019-20માં ફક્ત 19 કંપનીઓ હતી. 2020-21માં તેમની સંખ્યા વધીને 190 થઈ ગઈ છે. એટલે કે, આ ક્ષેત્રની કંપનીઓમાં 10 ગણો વધારો થયો છે. કોરોના મહામારી દરમ્યાન કુલ 1 લાખ 47 હજાર 247 નવી કંપનીઓની રચના કરવામાં આવી છે. કોરોનાના સમયમાં આરોગ્ય, સામાજિક કાર્ય, કૃષિ, શિક્ષણ અને ગટર-સફાઇ જેવા ક્ષેત્રો ડિમાન્ડમાં છે.
કોર્પોરેટ મંત્રાલયના આંકડાઆે મુજબ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં કુલ 5 હજાર 10 કંપનીઓ હતી જે 2020-21માં વધીને 11,037 કંપનીઓ થઈ છે. એટલે કે, તેમાં 120% નો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય અને સામાજિક કાર્યની વાત કરીએ તો તેમાં 1,110 કંપનીઓ હતી. તેમની સંખ્યા વધીને 6,934 થઈ ગઈ. એટલે કે તેમાં 525% નો વધારો થયો છે. 315% નવી કંપનીઓ શિક્ષણ ક્ષેત્રે આવી છે. 2019-20માં તેમની સંખ્યા 1,079 હતી જે હવે વધીને 4,476 થઈ ગઈ છે.
ફૂડ અને બેવરેજીસમાં 68% વધારો
ખાદ્ય ઉત્પાદનો અને બેવરેજીસમાં કુલ 4,483 કંપનીઓ હતી. તેમની સંખ્યામાં 68% વધારો થયો છે.આ કંપનીઓની કુલ સંખ્યા 7,525 પર પહોંચી ગઈ છે. જથ્થાબંધ વેપારમાં 7,556 કંપનીઓ હતી અને તેમની સંખ્યા વધીને 9,514 થઈ ગઈ છે. તેમાં 32% નો વધારો જોવા મળ્યો છે. રિટેલ વેપારમાં કુલ 5,201 કંપનીઓ હતી. તેમની સંખ્યામાં 29% નો વધારો થયો છે અને કુલ 6,689 કંપનીઓ બની છે. મનોરંજન અને રમતગમત ક્ષેત્રે કુલ 367 કંપનીઓ હતી જેની સંખ્યા વધીને 1906 થઈ ગઈ છે જેમાં 419% નો વધારો થયો છે.

Leave a Reply

Translate »