• Sat. May 21st, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે

file photo
અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group


મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની છે. જ્યારે ચીન, અમેરિકા, પાેલેન્ડ સહિતના દેશાેમાં પણ આવાે ખેલ થઈ રહ્યાે છે ત્યારે તમે એક નાગરિક તરીકે શુ તકેદારી રાખી શકાે છાે તે જાણી લાે અને જરૂરી ખરાય કરીને જ વેક્સિન લેવી નહીંતર તમને લેવાના દેવા પડી શકે છે. ઘણાં કેમ્પના નામે રૂપિયા પડાવી તમારા શરીરમાં સામાન્ય દવા કે ગ્લુકાેઝનું પાણી પણ ઈન્જેક્ટ કરી શકે છે. જે તમને નુકસાન પહાેંચાડી શકે છે. ખાસ વાત એ કે વેક્સિન સરકાર દ્વારા નિયત કરાયેલી જગ્યાઆે પર જઈને જ લગાવાે. યા સરકારી દવાખાના-હાેસ્પિટલાેમાં જઈને લાે.
આ બધી બાબતાેનું ધ્યાન આપાે…

file photo_ surat
  • (1) વેક્સિન લગાવ્યા પછી 5 મિનિટમાં તમને કન્ફર્મેશન મેસેજ આવી જશે અને 1 કલાકમાં કોવિન પોર્ટલ પર સર્ટિફિકેટ પણ મળી જશે. તેથી જો કોઇ તમને કહે કે સર્ટિફિકેટ પછી આપીશું તો તમે એનું કારણ પૂછી શકે છો. ​​​​​​​મુંબઈમાં જે વેક્સિન સ્કેમ થયો એમા કહેવામાં આવ્યું હતું કે તમને થોડાક સમય પછી એકસાથે સર્ટિફિકેટ આપીશું. પરંતુ સર્ટિફિકેટ તો એક કલાકમાં મળી જાય છે.
  • (2) વેક્સિન રજિ સ્ટ્રેશનના નામે ઘણા અસામાજીક તત્વો લોકોને ઠગી રહ્યા છે. વેક્સિન રજીસ્ટ્રેશનના નામે તેઓ સામે વાળી વ્યક્તિના ફોનમાં મેસેજ દ્વારા લિંક મોકલે છે. જેના પર ક્લિક કરવાથી એક એપ્લિકેશન આપમેળે તે વ્યક્તિના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ એપ દ્વારા ફોનની તમામ ગુપ્ત માહિતીઓની ચોરી કરી શકાય છે.
  • (3) ફક્ત કોવિન એપ્લિકેશન અથવા પોર્ટલ દ્વારા વેક્સિનેશન માટે નોંધણી કરો. ભારત સરકારે કોવિન પર જ વેક્સિનેશ માટેની તમામ સુવિધાઓ આપી છે. કોઈપણ અન્ય એપ્લિકેશન અથવા વેબસાઇટ ખોલો નહીં અથવા તમારી કોઈપણ માહિતી શેર ના કરો.
  • કોવિન પોર્ટલની લિંક- https://www.cowin.gov.in/home
  • કોવિન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક- https://play.google.com/store/apps/details?id=com.cowinapp.app
  • નોંધણી સમયે તમારો મોબાઇલ નંબર દાખલ કરો. જો તમને કોવિન સંબંધિત કોઈ OTP મળે તો પછી તેને કોઈની સાથે શેર ન કરો.
  • નોંધણી કર્યા પછી તમે સ્લોટ બુક કરશો પછી પણ તમને એક OTP મળશે. આ OTP વેક્સિન લેતા પહેલા આરોગ્યકર્મીને આપવાનો રહેશે.
  • કોવિન પોર્ટલ પર તમે એક મોબાઇલ નંબરથી 4 લોકોના રજીસ્ટ્રેશન કરી શકશો. ધ્યાન રાખજો કે તમારા મોબાઇલ નંબરથી પરિવારના સભ્યો અથવા ઓળખિતાનું જ રજિસ્ટ્રેશન કરજો.
  • (4) વેક્સિનના સર્ટિફિકેટના QR કોડને સ્કેન કરીને તમે તપાસ કરી શકો છો. આ સાથે તમારું નામ, ઉંમર, તારીખ અને વેક્સિનેશનનો સમય, વેક્સિનેશન કેન્દ્રનું નામ અને આરોગ્ય કર્મચારી કે જેણે તમને વેક્સિન આપી છે તેનું નામ પણ પ્રમાણપત્ર પર છે. જો આ માહિતીમાં કોઈ ભૂલ હોય તો તરત જ આ અંગે ફરિયાદ દાખલ કરો.
file photo


આ રીતે તપાસ કરાે….
વેક્સિનેશન માટે માત્ર સરકારી વેક્સિન કેન્દ્ર પર જવું. જો કોઈ ખાનગી કેન્દ્રમાં જવું હોય તો પહેલા તે શોધી કાઢો કે આ કેન્દ્ર અધિકૃત છે કે નહીં. ખાનગી વેક્સિનેશન કેન્દ્રો પણ કોવિન પોર્ટલ પર છે. તમે કોવિન પોર્ટલ અથવા એપ્લિકેશનથી જ ખાનગી કેન્દ્રો પર સ્લોટ બુક કરી શકો છો. વેક્સિન લીધાના એક મહિના પછી તમે એન્ટીબોડી ટેસ્ટ કરાવી શકો છો. આ ટેસ્ટ દ્વારા તમે શરીરમાં એન્ટીબોડી કેટલા બન્યા છે એની માહિતી પ્રાપ્ત થશે. જો તમને વાસ્તવિક વેક્સિનનો ડોઝ અપાયો હશે તો એન્ટીબોડી પણ બન્યા હશે.​​​​​​​ 80 ટકા લાેકાેમાં વેક્સિન લીધા બાદ માથુ દુખવુ, તાવ આવવાે, શરીરમાં કાેઈ હરકત થવા જેવા લક્ષણાે દેખાય જ છે. જેની રાેગ પ્રતિકારક શક્તિ સારી હાેય તેવા 20 ટકા લાેકાેમા કદાચ કાેઈ લક્ષણ જાેવા ન પણ મળે.

Leave a Reply

Your email address will not be published.

Translate »