સુરતના ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોનાં ડિમોલિશન કામગીરીનો પ્રારંભ

સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો સામે જિલ્લા કલેકટરે લાલ આંખ કર્યા બાદ આજથી ગેરકાયદે ઝીંગા તળાવોનો જમીનદોસ્ત કરવાની શરુઆત કરવામાં આવેલ છે. આજે સવારે અોલપાડનાï મંદરોઈ ગામથી ડિમોલીશનની કામગીરીનો શરૂઆત કરવાની તૈયારી હાથ ધરી છે અને તેના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દબાણો દુર કરવાની કામગીરીમાં અડચણ કરનારા સામે લીધો લેન્ડ ગ્રેબીંગ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં કરશે,. ગેરાકાયદે ઝીંગા તળાવો વિરૂદ્ધ સુરત જિલ્લા કલેક્ટરની લાલ આંખને પગલે ભૂમાફિયાઅોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સુરત જિલ્લામાં ખાસ કરીને અોલપાડ,ચોર્યાસી તથા મજુરા વિસ્તારમાં હજ્જારો વીઘા જમીન પર ભૂમાફિયાઅો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઠોકી બેસાડવામાં આવ્યા હતા. જે સંર્દભે ડીઆઇઍલઆર (જમીન માપણી અધિકારી) દ્વારા કરવામાં આવેલા માપણીમાં ઘટસ્ફોટ થતાં ખુદ વહીવટી તંત્ર ચોકી ઉઠ્યું હતું. થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટરે ગેરકાયદે ઝીંગા તળાવોના માલીકોને ઝીંગા તળાવો દુર કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું છતાંયે મોટા્ભાગના ઝીંગા તળાવના માલીકોઍ તળાવો દુર કર્યા ન હતા. હાલમાં જ ડીઆઇઍલઆર વિભાગ દ્વારા અોલપાડના ૧૩ અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિર્પોટ કલેક્ટરને સુપરત કર્યો હતો. જેના આધારે જિલ્લા કલેકટર દ્વારા આજે સવારથી અોલપાડના મંદરોઇ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોની ડિમોલિશનની કામગીરીની શરુઆત કરી છે. સરકાર દ્વારા મંદરોઇ ગામમાં જે સરકારી જમીન ઝીંગા તળવા માટે ફાળવવામાં આવી છે તે લાર્ભાથીઅોની સંખ્યા ૬૩ છે. તે સિવાય તમામ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદે ઝીંગાના તળાવો બાંધી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે ચાર બુલડોઝર દ્વારા ધરાર સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવોના પાળા તોડવાની શરૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Translate »