પાલનપુરમાં RTOમાં એસીબીએ છટકું ગોઠવી ડ્રાઇવર અને મહિલા આરટીઓ અધિકારીને લાંચ લેતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
- એસીબીના છટકામાં આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરિયાદી ટુવ્હીલર વાહનના શો રૂમમાંથી વેચાણ થયેલા નવા વાહનોના રજીસ્ટ્રેશનનું કામ કરતા હોઇ વેચાણ થયેલા વાહનોની ફી ઓનલાઇન ભરાતી હોવા છતા આરોપી કર્મચારી દ્રષ્ટિબેને ફરીયાદી પાસે આ કામ માટે પાલનપુર જીલ્લાના ફોર્મનુ ઇન્સપેકશન અને વેરીફીકેશન કરાવવાના એક ફોર્મ દીઠ રૂ.75/ અને પાટણ જીલ્લાના એક ફોર્મ દીઠ રૂ.100 લેખે 83,200 ની લાંચ માંગી હતી. આ રકમ તેના ડ્રાઇવર પંકજ ચૌધરીને આપવા કહ્યું હતુ, જે રંગેહાથ લાંચ લેતા પકડાઇ ગયો છે. એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરટીઓ માં થયેલી કાર્યવાહી ને પગલે ફફડાટ ફેલાઇ ગયો છે. દિવાળી પૂર્વે જ એ.સી.બી. ની ટ્રેપ ગોઠવાય જતાં અધિકારીઓ ના લોક પૈસે દિવાળી ઉજવવા ના અભરખા પર પાણી ફરી વળ્યુ છે.
