સુરતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ભાજપ પ્રમુખ અને કુલપતિને મળ્યા, પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી

અમેરિકન સૈનિકોના 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી ખસ્યા બાદના 3 મહિનાની અંદર જ તાલિબાનોએ ફરી આખા દેશ પર કબજો જમાવી દીધો છે. તેના રાષ્ટ્રપતિ અબ્દુલ ગની અને સૈના પણ વગર લડીએ સરંડર કરી ભાગી છૂટ્યા છે ત્યારે અફધાનમાં આઝાદી ખત્મ થવાની ભીતી વચ્ચે અનેક લોકોએ પલાયન શરૂ કર્યું છે, દહેશત અને અરાજકતાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે એવામાં સુરતમાં અભ્યાસાર્થે આવેલા અફઘાની વિદ્યાર્થીઓમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને લઈને ચિંતામાં મુકાયા છે. આ વિદ્યાર્થીઓએ આજે યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ એવા સીઆર પાટીલને મળ્યા હતા અને પરિવાર સાથે વાત કરાવવા તેમજ તેઓને સહીસલામત ખસેડવા માટે વિનંતી કરી હતી.

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં 4 યુવતી અને 3 યુવક તેમજ એસવીએનઆઇટીના 7 મળી કુલ 14 વિદ્યાર્થીઓ અભ્સાસ કરી રહ્યાં છે. તેઓ પોતાના પરિવારની સલામતીને લઈને ચિંતામાં મુકાયા છે. અફઘાનિસ્તાનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી થઈ છે. તેઓ ક્યાય જઈ શકે એવી પણ સ્થિતિ નથી અને તેઓ બચી શકશે કે કેમ તેની પણ ચિંતા છે. ત્યારે આ વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે આશ્ચર્ય મળે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે. ભૂતકાળના અનુભવો જોતા તાલીબાની રાજમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાઈ છે. અફઘાનમાં તાલીબાનીઓની ક્રુરતા આખા વિશ્વમાં હાહાકાર મચાવી ચૂકી છે. જેથી, આ વિદ્યાર્થીઓએ કુલપતિ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળીને સરકારમાં રજુઆત કરવાની વિનંતી કરી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીને રહેવા અને જમવામાં તેમજ તેમના પરિવારનો સંપર્ક કરવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સીઆર પાટીલે પણ કુલપતિને કહીને તેઓની સારી દેખરેખ રખાય અને તેમને કોઈ સમસ્યા ન પડે તે માટેની ખાતરી કરાવી આપી છે. જેના ચિંતિત વિદ્યાર્થીઓ થોડા આશાવંત જરૂર બન્યા છે પણ પરિવારજનોનો સંપર્ક રહે તે ખૂબ જ જરૂરી છે અને તે માટે યુનિવર્સિટીએ ખાતરી આપી છે.

નોંધનીય છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સટીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં 3, પીએચડીનો અભ્યાસ કરી રહેલા 2 વિદ્યાર્થીઓ તેમજ એમ.એસ.સી. મેથ્સનો અભ્યાસ કરી રહેલા 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Translate »