હોટ એક્ટ્રેસના સેક્સ કાંડમાં સુરતના યુવાનની ધરપકડ, જાણો કોણ છે આ યુવાન?

મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે ધરપકડ કરી હતી. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, હોટ એકટ્રેસના સેક્સ કાંડમાં સુરતના 40 વર્ષના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ તનવીર હાશ્મી છે. તે કેવી રીતે એક્ટ્રેસ સાથે સંપર્કમાં આવ્યો અને કોણ કોણ આ રેકેટમાં સંકળાયેલું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કેટલા રૂપિયા ચૂકવતી હતી

એક જાણીતા અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, તે યંગ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને સેક્સ માણવાના 15 થી 20 હજાર રૂપિયા ચુકવતી હતી અને તેનો વીડિયો ઉતારતી હતી. જે બાદ તેને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરતી હતી.   મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કર્યા અને તેને વેબસાઇટ પર અપલોડ કરીને તેની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જેને જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી હતી. જે લોકોએ સબ્સ્ક્રાઇબ કરાવ્યું હોય તેમણે 2000 રૂપિયા ભરવા પડતા હતા.

ગત વર્ષે આવ્યો હતો હાર્ટઅટેક

મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ શૂટિંગ દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ તે સેક્સવર્ધક દવાઓનું સેવન કરતી હતી. જેના વધુ પડતાં સેવનના કારણે તેની તબિયત લથડી હતી અને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. તે ફિલ્મનું શૂટિંગ કરતી હતી તે સમયે ધડામ કરતી નીચે પડી હતી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે, જો થોડો પણ વિલંબ થયો હોત તો તે કોમામાં જતી રહી હોત.

ગંદી બાતથી થઈ જાણીતી

ગહના વશિષ્ઠ આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી લોકપ્રિય થઈ હતી. જેમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. આ સીરિઝ દ્વારા તે ચર્ચામાં આવી હતી. ગહના વશિષ્ઠે પોતાની એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે, જેમાં તે બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

મિસ એશિયા બિકિની રનર અપ

ગહના એમટીવી પર ટૂ લાઇફ નામના કાર્યક્રમની વીજે રહી ચુકી છે. આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડકપ 2015માં તે યોગરાજ સિંહ અને અતુલ વાસન સાથે એક ન્યૂઝ ચેનલમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસની શો બહેનોમાં પણ જોવા મળી હતી. આ શોમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. 2012 માં તે મિસ એશિયા બિકિની રનર અપ હતી. તેણે 30 થી વધુ દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Leave a Reply

Translate »