મહેસાણા: કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા

મહેસાણાના કડીના યુવક અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યો હતો એ જ સમયે લૂંટારુઓએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામના વતની  છે અને છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા.

મહેસાણા જિલ્લાના કડીના વડુ ગામના રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. સારી ઓફર મળતા તેમણે પેન્સિલવેનિયામાં એક સ્ટોરમાં નવી નોકરીની શરૂઆત કરી હતી. તેમની ગોળી મારી હત્યાના સમાચાર મળતા જ ગામના આગેવાનો અને સગાસંબધીઓ વડુમાં મૃતકના પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. ગામમાં શોકની કાલીમાં ફેલાય હતી.

Leave a Reply

Translate »