જાફરાબાદ ના સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવાય છે.

આથી જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે જાફરાબાદ 108 એમ્બ્યુલન્સ ની ટીમ તથા ડો વરૂણ દુધાત દ્રારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના અધીક્ષક ડો જેઠવા સર, મેડીકલ ઓફીસર ડો વરૂણ દુધાત, RFO વાઘેલા સર તથા જાફરાબાદ THO ડો મયુર ટાંક સર તથા જાફરાબાદ 108 એમ્બ્યુલન્સ તથા જાફરાબાદ હોસ્પિટલ ના સ્ટાફ, જાફરાબાદ તાલુકા આરોગ્ય ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહયા હતાં..

જેમાં વૃક્ષો ના ફાયદા અને ઉપયોગીતા જેવાકે વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે વગેરે ઉપયોગો જણાવી લોકોને જાગૃત કરવાનો અને સારો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Translate »