- સ્ટોરી: રાજા શેખ-ઈખર(ભરૂચ)– (98980 34910)
વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડકપની વિજેતા ટીમના ‘અજ્ઞાત યોદ્ધા’ તરીકે બિરુદ પામનાર અને ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા સૌથી તેજ ફાસ્ટ બોલર મુનાફ પટેલ આજકાલ નવી પ્રતિભાની શોધમાં ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના ગામેગામ કેમ્પ લગાવી રહ્યાં છે. બરોડા ક્રિકેટ એસોસિયેશન(બીસીએ)ની ‘સ્ટ્રીટલાઈટ ટુ ફ્લડલાઈટ’ ટેલેન્સટ સર્ચ પ્રોગ્રામમાં ફાસ્ટ બોલર્સ શોધી દેશને અપર્ણ કરવાની મુખ્ય ભૂમિકા મુનાફ પટેલ ઉઠાવી રહ્યાં છે. આવી અનેક યુવા પ્રતિભાને શોધીને તે હાલ બરોડા ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં તેઓને ભારતીય ક્રિકેટ ટીમ માટે તૈયાર કરી રહ્યાં છે. તેઓનો ગોલ ગુજરાતમાંથી દેશને ફાસ્ટબોલર્સ આપવાનો છે.
બીસીએના આ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ અંગે વાત કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલે અમને જણાવ્યું કે, ભરૂચ અને વડોદરા જિલ્લામાં તેમજ પુરાના ગાયકવાડી સ્ટેટમાં આવતા જિલ્લાઓ અને ગામડાંઓમાં કેમ્પ કરીને ટેલેન્ટ બહાર લાવી તેને ફાસ્ટ બોલિંગમાં આગળ વધારવાની ભૂમિકા મને સોંપવામાં આવી છે. મુનાફનું કહેવું છે કે, મારું ફોક્સ ગામડાંઓમાંથી પ્રતિભા શોધી તેને તૈયાર કરી ભારતીય ટીમ સુધી પહોંચાડવાનું છે. અમે 16થી 21 વર્ષના યુવાઓને શોધી તેને બરોડા કેમ્પમાં લઈ જઈ તૈયાર કરી રહ્યાં છે. જેમાં સૌથી પ્રતિભાવાન છોકરાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. હજી અનેક જગ્યાએ કેમ્પ કરવામાં આવશે. મુનાફનું કહેવું છે કે, મારા જેવો ખેડૂતપુત્ર તેમજ ગુજરાતમાંથી ઝાહિરખાન, રાકેશ પટેલ, લુકમાન જેવા ખેલાડીઓ નાના-નાના ગામોમાંથી દેશનું પ્રતિનિધિત્વ કરી શકતા હોય તો અન્ય યુવાઓ કેમ નહીં?
મુનાફ પટેલની સંઘર્ષગાથા કંઈક આ રીતની હતી
મુનાફ પટેલ કેવી રીતે ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચ્યા? કયા અને કેવા પરિવારમાં જન્મયા? શું રહી તેમની સંઘર્ષની કહાની? તે પણ જાણી લેવા જેવું છે. મુન્નામાંથી મુનાફ પટેલ કંઈ એમને એમ નથી બન્યા. ભરૂચ જિલ્લાના નાનકડા ગામ ઈખરના ખેડૂત મુસાભાઈને ત્યાં મુનાફ પટેલનો જન્મ 12 જુલાઈ 1983ના રોજ થયો હતો. બચપનથી ક્રિકેટ રમતા મુન્ના ઉર્ફે મુનાફ પટેલનું આમ તો ક્રિકેટમાં કરિયર બનાવવાનું કોઈ સ્વપ્ન ન હતું. એ તો શોખ માત્ર માટે ક્રિકેટ રમતા હતા. ધોરણ-7માં હતા તે સમયે ઘરઆંગણેની શાળામાં તેમજ નાની-મોટી ટુર્નામેન્ટમાં એ રમતા હતા. થોડા સમયમાં જ તો તે આસપાસના ગામોમાં સૌથી ફાસ્ટ બોલર અને વિકેટ ટેકર તરીકે પ્રખ્યાત થવા લાગ્યા. ગામેગામે મુન્નો, મુન્નો થઈ ગયું. લોકો મુનાફને પોતાની ટીમ વતી રમવા બોલાવવા લાગ્યા. કોઈ બેસ્ટમેન મુન્ના સામે જાજું ટકે તે મુશ્કેલ હતું. જોકે, બીજી તરફ બે ટંક ખાવા માટે ભારે મહેનત કરતા પિતા ઈચ્છતા હતા કે પુત્ર ઝડપથી થોડુઘણું ભણીને નોકરી પર લાગી પરિવારને મદદ કરે. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મુનાફે આટલી નાની વયમાં જ પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો અને તે ગામની નજીકમાં આવેલી એક ટાઈલ્સ બનાવતી કંપનીમાં રૂ. 35 રોજના પગારે નોકરીએ લાગ્યા. જોકે, સ્કૂલના શિક્ષકોએ તેને ક્રિકેટ રમતા રહેવા પ્રેરિત કર્યા . ગરીબી એટલી હતી કે મુનાફ સિઝન ક્રિકેટ પણ સ્લીપર ચપ્પલ પર જ રમતા હતા. મુનાફની પ્રતિભા અને શોખને જોતા મૂળ ઈખર ગામના અને વિદેશમાં સેટ થયેલા યુસુફભાઈ પટેલ નામના વ્યક્તિએ તેઓને બુટ અપાવ્યા અને વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પોતાના ખર્ચે મોકલવાનું શરૂ કર્યું.
પિતા ઈચ્છતા હતા કે મુનાફ થોડું ભણી લે અને ઝાંબિયા રહેતા કાકા પાસે જઈને કંઈ કામ કરે પરંતુ મુનાફનું નસીબ ક્રિકેટ માટે બળવાન હતું. બીસીએમાં અહીં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરે મુનાફથી પ્રભાવિત થયા. નજરમાં તે આવ્યા અને ગુજરાતમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવા લાગ્યા. બાદમાં મોરેએ તેને કોલકત્તા ખાતે એમઆરએફ પેશ ફાઉન્ડેશનમાં મોકલ્યા. ત્યાં બોલિંગ કોચ ડેનિસ લીલીએ તેને વધુ સારી રીતે તૈયાર કર્યા. અહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુનાફથી પ્રભાવિત થયા અને તેને મુંબઈ તરફથી રણજી મેચ રમવા સૂચન કર્યું અને તે માટે બનતી મદદ કરી. તેમનું પ્રદર્શન જોઈને સૌ પ્રથમ 2006માં ઈંગ્લેન્ડની ફર્સ્ટ ક્લાસ ક્રિક્રેટ ટીમમાં તેમની એન્ટ્રી થઈ અને ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી સિલેક્ટરોનું વધુ ધ્યાન ખેંચ્યું. મુનાફમાં સિલેક્ટરોને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ ગ્લેન મેકગ્રાની ઝલક નજર આવી અને તેને 2007ની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું. જોકે, તેમાં ખૂબ ખરાબ પ્રદર્શનને લઈને ટીમ હારી અને ભારે ટીકા થઈ પણ મુનાફે ટેસ્ટ, વનડે, ટી-20 અને બાદમાં આઈપીએલમાં સ્થાન મળતું રહ્યું. વર્ષ 2011ના વર્લ્ડકપ સમયે ફાસ્ટ બોલર પ્રવિણકુમાર ઈજાગ્રસ્ત થતા મુનાફને તક મળી અને તે તકને તેઓએ પરિણામમાં બદલી. તેની બોલિંગ એટલી પ્રભાવશાળી રહી કે તેઓને વર્લ્ડકપની ટીમના અજ્ઞાત યોદ્ધાનું બિરુંદ ભારતના કોચ એરિક સાયમન્સે આપ્યું. ફાઈનલમાં તેણે ખૂબ જ મહત્વની બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાનો જીતનો પાયો નાંખ્યો.
પગની ઈજાએ પરેશાન કર્યા અને આખરે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી વિદાય લીધી પણ….
2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો મહત્વપૂર્ણ સભ્ય ત્યારબાદ પગની એંકલની ઈજાને કારણે છ મહિના ટીમમાંથી બહાર રહ્યાં પરંતુ ત્યારબાદ તેમને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. જોકે, આઈપીએલમાં રાજસ્થાન રોયલ સાથે 6 સિઝન મુનાફ રહ્યાં. પરંતુ નવી પ્રતિભાઓ વચ્ચે વર્ષ 2014માં કોઈ પણ આઈપીએલની ટીમે તેઓની બોલી ન લગાવી. જોકે , ફરી 2017માં ગુજરાત લાયન્સે રૂ. 30 લાખમાં તેઓને ટીમમાં સામેલ કર્યાં. બાદમાં ઈજાથી પરેશાન મુનાફ પટેલે વર્ષ 2018માં તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. મુનાફ આટલી ઊંચાઈ પહોંચવા માટે ઈશ્વરનો આભાર માને છે. માત્ર અફસોસ એક વાતનો છે કે, ઈજાને કારણે તેઓએ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું. જોકે, મુનાફ હવે તે અફસોસથી આગળ નીકળી તેમના કરતા સારા બોલર્સ ઊભા કરવામાં ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે અને ભારતને તેમના જેવા ફાસ્ટબોલર્સ આપવા જીવ લગાવી મહેનત કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મુનાફ દિલના ખૂબ જ સાફ છે અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. સાથોસાથ તેઓ અમુક સાચા મુદ્દાઓ પર સીધુ બોલવામાં પણ માને છે. તેઓ ચેરિટી વર્ક પણ કરી રહ્યાં છે. કોરોનાકાળ દરમિયાન તેઓએ ઘણાં ચેરિટી કામો કર્યાં. તેઓ મહિલાઓ પર થતા રેપ સામે પણ જાગૃત્તિ અભિયાન ચલાવે છે.
રેકોર્ડ:
- મુનાફ પટેલે ક્રિકેટ કરિયરમાં ટેસ્ટ, વનડે, ટી-20 અને આઈપીએલ મળી 199 વિકેટ ઝડપી છે.
- . મુનાફ બંને તરફ બોલને સ્વીંગ કરાવી શકતા
- મુનાફની સૌથી ફાસ્ટ બોલ પ્રતિ કલાકે 140ની કિલોમીટરની રહેતી.
- સામાન્ય બોલ પણ તેઓ 126 કિલોમીટરની ઝડપે નાંખતા.
કરિયર:
Represented Indian National Cricket Team
Right-Arm Medium Fast Bowler (2006 – 11)
Part of World Cup Winning Team
Cricket World Cup, 2011
Part of Ranji Trophy
Played for Baroda Cricket Team(2008/09–2018)
Played for Mumbai Cricket Team (2003/04–2004/05)
Played for Maharastra Cricket Team (2005/06–2008/09)
Part of Indian Premier League (IPL)
Represented Rajasthan Royals (2008–2010)
Represented Mumbai Indians (2011–2013)
Represented Gujarat Lions (2017)
Part of Lankan Premier League (LPL)
Represented Kandy Tuskers (2020)
2015 – 2019 –Mentor – Baroda Cricket Academy (BCA)
Baroda team won G-1 Trophy One Day Tournament – 2019
Current bowling coach at Baroda Cricket Association (BCA)
In charge of training and monitoring bowlers in the team
2011 – Present- ONGC, Surat (HR)
Creating a highly motivated, vibrant & self-driven team