- સુગર કન્સાઈમેન્ટની તપાસમાં એક કન્ટેનરમાંથી શંકાસ્પદ કાર્ગો મળતા હડકંપ
- અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના
મુંદ્રા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી મીસાઈલના પુર્જા મળી આવ્યા હોવાના બીન સતાવાર અહેવાલો બહાર આવતા હડકંપ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે સુગર કન્સાઈમેન્ટોની તપાસ વખતે આ બહાર આવ્યું હતું.
ગત સપ્તાહે મુંદ્રા પોર્ટ પર સુગર ભરેલા 100થી વધુ કન્ટેનરોની તપાસ વખતે એક કન્ટેનરમાં તપાસ કરતા તેમાં કોઇ શંકાસ્પદ જથ્થો હોય તેવું ફલીત થયું હતું. જેની જાણ ઉચ્ચ સ્તરે કરાતા તેની તપાસ માટે નિષ્ણાંતોની ટીમને બોલાવાઈ હતી. સુત્રોના દાવા અનુસાર ડીઆરડીઓની ટીમે પણ આવીને તપાસ કરી હતી. અને કેન્દ્રીય કક્ષાની અન્ય એજન્સીઓ પણ આ તપાસના વ્યાપમાં ઝુકાવે તેવી સંભાવના છે. આ અંગે કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક ન થઈ શકતા સતાવાર સમર્થન મળી શક્યું ન હતું.