પ્રાઇવેટ સેક્ટરમાં ICICI Bank અને Axis Bank ના ગ્રાહકો માટે ખિસ્સા ઢીલા કરવાના સમાચાર મળી રહ્યાં છે. બેંકે જણાવ્યું કે હવેથી નોન બિઝનેસ કલાકો અને રજાના દિવસોમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા અને બહાર કાઢવા પર ગ્રાહકોએ ચાર્જ ચુકવવો પડશે. એટલે કે હવે જો રજાના દિવસે કે પછી બેંકિગ સમય પછી તમે કેશ જમા કરાવવા કે કાઢશો તો તે માટે તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે.
બેંકના નોટિફિકેશન મુજબ ICICI Bank રજાના દિવસ અને વર્કિંગ સમયમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગ્રાહકોની સુવિધા આપવા માટે 50 રૂપિયા લેશે. બેંક જણાવ્યું કે સીનિયર સીટીજન્સ, બેસિક સેર્વિંગ્સ બેંક એકાઉન્ટ, જનઘન એકાઉન્ટ, અક્ષમ અને દ્રષ્ટિબાધિતના ખાતા અને વિદ્યાર્થીઓના ખાતા પર કોઇ રીતનો ચાર્જ લેવામાં નહીં આવે.
બેંક ઓફ બરોડાએ નિર્ધારિત સીમાથી વધુ ઉપાડ પર લગાવ્યો ચાર્જ
રિપોર્ટ મુજબ, બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકોને નિર્ધારીત સીમાથી વધુ લેવડદેવડ માટે ચાર્જ લેવાનો શરૂ કર્યા છે. બેંકે જણાવ્યું કે કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અને સીસીથી બેસ બ્રાંચ, લોકલ નોન બ્રેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાંચ દ્વારા હવે એક મહિનામાં 3 વાર વધુ કેશ કાઢવાનું ફ્રી હશે. ચોથી વારથી 150 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન લાગશે. ચાર્જિંગના દર જોઈએ તો કરંટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/અન્ય એકાઉન્ટ માટે બેસ કે લોકલ નોન બેસ બ્રાંચમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિવસ પ્રતિ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવા પર પ્રતિ 1000 રૂપિયા પર 1 રૂપિયા રહેશે.
એક્સિસ બેંક પણ 1 ઓગસ્ટથી લગાવ્યા ચાર્જ
આ વર્ષની શરૂઆતમાં જ એક્સિસ બેંકે બેંકિત કલાકો પછી અને રાષ્ટ્રીય તથા બેંકની રજાના સમયે જો તમે નાણાં જમા કરાવો છો તો 50 રૂપિયા સુવિધા શુલ્ક એટલે કે ચાર્જ લેવાનો શરૂ કર્યો છે. આ સુવિધા એક ઓગસ્ટથી લાગુ પડશે.
રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં ત્રણ વાર તમે કોઈ પણ ચાર્જ ચુકવ્યા વિના નાણાં કાઢી શકો છો. પણ તે પછી રૂપિયા કાઢવા પર 150 રૂપિયાના ફ્લેટ ચાર્જ પર તમારે ચુકવવા પડશે. આ રીતે બેંકમાં મહિનામાં તમે ચાર વાર નાણાં મફત જમા કરાવી શકશો. પણ તે પછીના પ્રત્યેક લેવડ દેવડ પર 40 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.