દિવાળીની શુભકામના આપવા પર કોહલી શા માટે ટ્રોલ થયો, કંગનાએ શું શરત મૂકી?

દિવાળી સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફેન્સને દિવાળીના પર્વ નિમિત્તે શુભકામના પાઠવવાની સાથે એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. આ મેસેજમાં વિરાટે ફટાકડા ન ફોડવા માટે અપીલ કરી હતી. અનુષ્કાએ પણ  ડોગ્સને લઈ ટ્વીટ કરી હતી. જેને લઈને યુઝર્સે વિરાટ અને અનુષ્કા પર કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.

બંને ટ્રોલ થયા હતા.વિરાટે વીડિયોમાં કહ્યું કે, તમને બધાને મારા અને પરિવારથી તરફથી દિવાળીની શુભકામના. ભગવાન તમને ખુશીઓ, શાંતિ અને સમૃદ્ધિ આપે. પ્લીઝ યાદ રાખો કે આ દિવાળી ફટકાડા ન ફોડો અને પર્યાવરણને સુરક્ષિત રાખો. પોતાના પરિવાર અને પ્યાર કરનારની સાથે ઘરે આ તહેવારનો આનંદ લો. દીવો પ્રગટાવો અને મીઠાઈઓથી દિવાળી મનાવો. ધ્યાન રાખો.અમુક લોકો આ મેસેજથી ગુસ્સે ભરાયા અને તેઓએ વિરાટની સાથે સાથે અનુષ્કાને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, વિરાટ અને અનુષ્કા પાસે પ્રાઈવેટ જેટ છે, જે 3 કલાકમાં એટલો કાર્બન ડાયોક્સાઈડ નીકાળે છે, જેટલો માણસ એક વર્ષમાં કાઢે છે.

તો કંગનાએ આ શરત મૂકી

બોલિવૂડ અભિનેત્રી  કંગનાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ચાલો દિવાળી ફટાકડા ફ્રી, ક્રિસમસ વૃક્ષોને કાપ્યા વગર અને ઈદ જાનવરો ઉપર ક્રુરતા કર્યા વગર મનાવીએ. શું દરેક લિબરલ્સ મારી સાથે સેહમત છે ? જો ના હોય તો એ જોવાનું પણ રહ્યું કે તમે શું ઈચ્છો છો. પરંતુ એ સ્પષ્ટ નથી કે તમે જે ઈચ્છો છો તે શું કામ ઈચ્છો છો. પોતાનાથી પૂછો કે તમારી આ વિચિત્ર ઈચ્છાઓની પાછળ શું કારણ છે.

Leave a Reply

Translate »