કોંગ્રેસ નેતા અહેમદ પટેલની તબિયત સુધારા પર, પુત્ર-પુત્રીએ આપ્યા આ અપડેટ

ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.  શરૂઆતમાં તેઓને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. હાલ તેમની તબિયત સારી હોવાની માહિતી તેમના દિકરા ફૈઝલે  ટ્વીટર દ્વારા આપી છે અને દિકરી મુમતાઝે ઓડિયો મેસેજ જારી કરી આપી છે. અહેમદ પટેલની હાલત હાલ સુધારા પર છે પરંતુ તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી અહેમદ પટેલની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. મુમતાઝે કહ્યું કે, દરેકના કોલ, મેસેજ અમે જોઈ રહ્યાં છે પણ તમામને જવાબ આપી નથી શકતા જેથી, માફી માગી એ છીએ.
તમારી પ્રાર્થના અને દુઆ માટે ખૂબ ખૂબ આભાર. અમે તમને પાપાની તબિયતને લઈને અપડેટ આપતા રહીશું.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, અહેમદ પટેલ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમને સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમની હાલત હાલ સ્થિર છે. તેમને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હું તમને તેમના ટ્વીટર હેન્ડલની મદદથી માહિતી આપતો રહીશ. હું વિનંતી કરું છું કે, તમે પણ તેમની તબિયતમાં સુધારો થાય તે માટે પ્રાર્થના કરો. અહેમદ પટેલ ઓક્ટોબર મહિનામાં કોરોના સંક્રમિત થયા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા પછી હોમઆઈશોલેટ થયા હતા.

કોંગ્રેસની નેતા અલ્કા લાંબાએ પણ અહેમદ પટેલ હોસ્પિટલમાં ચાલવાની પ્રેક્ટિસ કરતા હોવાનો વીડીયો ટ્વીટ કરીને ગેટવેલ શુન લખ્યું છે. વીડીયોમાં પટેલ ઓક્સિજનની બોટલ અને સ્ટાફની મદદથી ચાલી રહ્યાં હોય તેવું દેખાય રહ્યું છે.

અહેમદ પટેલને ICUમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રાર્થના શરૂ કરી દીધી હતી. ત્યારબાદ શશી થરુરે ટ્વીટ કરી હતી કે, ભારતની રાજનીતિના અસાધારણ વ્યક્તિ તેમના સ્વસ્થ્યની સાથે જંગ લડી રહ્યા છે. હું ઘણા સમયથી તેમનો પ્રસંશક છું. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રથાન પણ કરું છું. તેમણે ઘણી મોટી જીત મેળવી છે અને પ્રાથના કરું છું કે, એક જીત વધારે તેમના નામ પર થાય. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના સ્વાસ્થ્યને લઇને ખૂબ ચિંતિત છું. તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાથના કરું છું.
અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલે બહેન મુમતાઝનો ઓડિયો ટ્વીટર પર રિલીઝ કરીને તેમના સ્વાસ્થયની માહિતી આપી.

Leave a Reply

Translate »