હવે CBIએ તપાસ કરવી હશે તો લેવી પડશે રાજ્યની મંજૂરી, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સીબીઆઈને હવે તપાસ માટે જે તે રાજ્યની મંજુરી લેવી ફરજીયાત બનાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઈને બંધારણના સંઘીય માળખાને અનુરૂપ ગણાવ્યો હતો. CBIના અધિકાર ક્ષેત્રના સંબંધમાં સતત સવાલ ઉઠતા રહ્યાં છે. મોટા ભાગે એક સવાલ સર્જાય છે કે શું તપાસ માટે સીબીઆઈ એ સંબંધિત રાજ્યોની અનુમતિ લેવી જરૂરી છે?  ત્યારે આ ચુકાદો મહત્વનો સાબિત થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ સહિતના બિન ભાજપી સરકારના રાજ્યોએ સીબીઆઈની તપાસ પહેલા મંજૂરી ફરજિયાત બનાવી દીધી હતી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ગુરવારે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ જોગવાઈ બંધારણના સંઘીય ચરિત્રને અનુરૂપ છે. સુપ્રીમે કહ્યું હતું કે, દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, જેમાં શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર માટે CBI ને રાજ્ય સરકારની મંજુરી લેવી અનિવાર્ય છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યમાં તપાસ કરવા માટે સીબીઆઈને આપવામાં આવેલી પરવાનગી પરત લેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસની પરવાનગી પરત લેવાના કારણે હાલ ચાલી રહેલી તપાસ પર કોઈ અસર પડશે નહી. ભવિષ્યમાં સીબીઆઈ મહારાષ્ટ્રમાં કોઈ નવા મામલાની તપાસ કરવા માંગશે તો તેણે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે પરંતુ કોર્ટ તરફથી તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો હશે તો પરવાનગીની જરૂર પડશે નહી. આ અગાઉ રાજસ્થાન સહિતના બિનભાજપ શાસિત રાજ્યોએ સીબીઆઈની તપાસ પહેલા રાજ્યની મંજુરી ફરજીયાત બનાવી દીધી છે.

નિયમ એ છે કે…

સીબીઆઈ એ દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946 દ્વારા શાસિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, CBIને તપાસ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.

Leave a Reply

Translate »