અડાજણ બદ્રી નારાયણ મંદિર પાસેની કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પમ્પ ચલાવનાર ઉદ્યોગપતિની દીકરીએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 21 વર્ષીય પુત્રી પ્રિયંકાબા મહાવીર સિંહ જાડેજાની દુપટ્ટો વડે ફાંસો ખાધેલી લટકતી લાશ મળી આવી હતી. હેબતાઈ ગયેલો પરિવાર તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરોએ પ્રિયંકાબાને મૃત જાહેર કરી હતી. અડાજણ પોલીસને જાણ કરતા તપાસ ચલાવી છે.
રિપોર્ટ મુજબ પ્રિયંકા બાનો એક નાનો ભાઈ છે અને પિતા મહાવીર સિંહ પિતા પેટ્રોલ પંપના માલિક છે. પ્રિયંકા રાજકોટમાં ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરતી હતી. પ્રિયંકા સુરતમાં અલગ અલગ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી હતી. ઇન્ટર્નશીપમાં ફેઈલ થતા આપઘાત કર્યું હોવાનું તારણ સામે આવ્યું છે. કર્યો છે. પીએમ કરતા તેનું ફાંસો ખાતા શ્વાસ રુંધાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.