નવી દિલ્હીઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો નથી થયો, જોકે ગત મહિને તેમાં આશરે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ આર્ટિકલ વાયરલ થયો છે, જેમાં દર સપ્તાહે ઘરેલુ ગેસના વેચાણની કિંમત નક્કી થશે તેવો દાવો કવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેલ કંપનીઓ હવે ગેસ સિલિડરના ભાવમાં દરરોજ કે અઠવાડિયે બદલાવ કરવાનું વિચારી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાનું ખંડન કર્યુ હતુ.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યુ, આ દાવો ખોટો છે. ભારત સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં પરિવર્તન અંગે કોઇ જાહેરાત કરી નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.