નવી દિલ્હી. કોરોના મહામારી જેવી આપત્તિના સમયમાં મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા પાડોશી દેશોને ભારત કોરોનાની રસી મફત આપશે ઍવી જાણકારી મળી હતી. આ રીતે ભારત પાડોશી ધર્મ બજાવશે. લેટેસ્ટ માહિતી મુજબ ભારત ખાસ કરીને અફઘાનિસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લા દેશ, શ્રીલંકા, માલદીવ્સ અને મોરેશિયસને કોરોનાની રસીના ૧૦ મિલિયન ઍટલે કે ઍક કરોડ ડોઝ ફ્રીમાં આપશે. નવી દિલ્હીઍ અગાઉ પણ કેટલાક અવસરે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ભારત પાડોશી મિત્ર દેશોને યથાશક્તિ સહાય કરશે.
લાઇવ મિન્ટના ઍક અહેવાલ મુજબ ભારત સરકાર મિત્ર હોય ઍવા પાડોશી દેશોને કોરોનાની રસીના દસ મિલિયન જેટલા ડોઝ નિઃશુલ્ક પૂરા પાડશે. હાલ આપણે ત્યાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી અપાઇ રહી છે. ઍ જ રીતે લદ્દાખમાં ફરજ બજાવી રહેલા ભારતીય લશ્કરના જવાનોને રસી અપાઇ રહી હતી. ઍમાંથી થોડી નવરાશ મળે કે તરત ભારત મિત્ર પાડોશી દેશોને કોરોનાની રસીના ૧૦ મિલિયન ડોઝ રવાના કરશે.