ઍમ્સ્ટરડેમ. બકરીના સંપર્કમાં આવવાથી થયેલા ન્યૂમોનિયાના પગલે નેધરલેન્ડની સરકારે પચાસ હજાર બકરીને મારી નાખવાનો આદેશ આપ્યાના અહેવાલ મળ્યા હતા.
ઍક તરફ કોરોનાનો ચેપ છે અને હજારો લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જા કે રસીકરણ ત્યાં પણ શરૂ થઇ ચૂક્યું છે. ઍ દરમિયાન ઍવા ચોંકાવનારા રિપોર્ટ મળ્યા હતા કે સધર્ન નેધરલેન્ડમાં રહેતા સંખ્યાબંધ લોકોમાં ન્યૂમોનિયાનાં લક્ષણ દેખાયાં હતાં.
હકીકતમાં આ વિસ્તારમાં બકરીના સંખ્યાબંધ ફાર્મ છે. નિષ્ણાતો માનતા હતા કે બકરીના સંપર્કમાં આવવાથી લોકોને ન્યૂમોનિયા થતો હતો. લોકો હવે ઍવા ડરમાં હતા કે બકરીઅોનો સંપર્ક નવી મહામારી તો નહીં લાવેને . વાસ્તવમાં છેલ્લાં બાર વર્ષમાં સધર્ન નેધરલેન્ડ્સમાં બકરીના ગર્ભપાતના કિસ્સામાં જબરો વધારો નોંધાયો હતો. આ વિસ્તારમાં અનેક ડેરી ફાર્મ છે. ગર્ભપાતના કિસ્સા વધ્યા પછી વેટરનરી નિષ્ણાતોને બકરીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. ૧૦માંથી નવ સેમ્પલ હાનિરહિત નીકળ્યા. આખરે ૨૦૦૮માં નેધરલેન્ડના નૂર્ડ-બ્રાન્ટ પ્રાંતમાં શ્વાસરોગ ક્યૂના તાવની ઘટનાને સમર્થન મળ્યું. આ બીમારી ઘેટાં-બકરી અને દૂધ આપતા બીજા પ્રાણીઓમાં જોવા મળી હતી.
લોકોમાં ક્યૂ અને ન્યૂમોનિયાનો ચેપ લાગવાની ઘટનાઅો શરૂ થઇ ગઇ હતી. ઍ વધુ સરે ઍ પહેલાં પચાસ હજાર બકરીને મારી નાખવાનો આદેશ નેધરલેન્ડની સરકારે આપ્યો હતો.