BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક, આજે 2 સ્ટેન્ટ મૂકાશે;

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી છે. તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે ગાંગુલીનના હાર્ટની આર્ટરીમાં રહેલા બ્લોકેજને દૂર કરવા માટે વધુ બે સ્ટેન્ટ મુકવામાં આવશે. અગાઉ 2 જાન્યુઆરીએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે એક સ્ટેન્ટ મુકાયું હતું. ત્યારબાદ 7 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલના ડોક્ટર અને હાર્ટ નિષ્ણાત ડો. દેવી શેટ્ટીએ તે વખતે જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલીની તબિયત સારી છે અને હવે તેઓ મેરેથોન દોડી શકે છે તેમજ ફરીથી ક્રિકેટ પણ રમી શકે છે.

ગઈકાલે એપોલો હોસ્પિટલ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે 48 વર્ષીય રૂટીન કાર્ડિયાક ચેકઅપ માટે આવ્યા હતા અને તેમના વાઈટલ પેરામીટર્સ બરોબર છે.

ગઈકાલે સૌરવ ગાંગુલીની સારવાર બાદ 20 દિવસ થયા હતા અને તેમને ફરીથી છાતીમાં દુખાવો થતા તેમને કોલકાતા પોલીસે ગ્રીન કોરિડોર ઉપલબ્ધ કરાવ્યું હતું અને તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  ગુરુવાર ડોક્ટર આફતાબ ખાન ગાંગુલીને બાકીના બે સ્ટેન્ટ મૂકશે. તેઓ ડોક્ટર શેટ્ટીની હાજરીમાં ઓપરેટ કરશે.

સૌરવ ગાંગુલીને મહિનાના પ્રારંભે ઘરમાં કસત કરતી વખતે છાતીમાં દુઃખાવો થતા તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને તેમની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના ટોચના રાજકીય નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા.  

Leave a Reply

Translate »