નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કહી દીધું કે, લોકોની ગુતાનું રક્ષણ કરવું ઍ કોર્ટની ફરજ છે.
અરજદારના વકીલ શ્યામ દીવાને કોર્ટમાં કહ્નાં કે, વોટ્સઍપ યુરોપીયન યુઝર્સની સરખામણીમાં ભારતીય યુઝર્સ સાથે ભેદભાવ કરે છે. યુરોપ માટે અલગ માપદંડ રાખે છે અને ભારત માટે અલગ નિયમ છે. ભારતમાં ડેટા સંરક્ષણ અંગે નવો કાયદો લાગુ કરવામાં ના આવે ત્યાં સુધી વોટ્સઍપે નવી પ્રાઇવસી પોલિસી ના લાવી જાઇઍ.
સુપ્રીમ કોર્ટે કહ્નાં કે, લોકોની ગુતા ખૂબ જ મહત્વની છે. તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્ના છે. લોકોની ગુતાની સુરક્ષા કરવી અમારી ફરજ છે. સુપ્રીમ કોર્ટે આ નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને લઇને વોટ્સઍપ અને ફેસબુકને નોટિસ આપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાઍ કહ્નાં કે, ગુતાનો અધિકાર લોકોના મૂળ અધિકારોમાંથી છે અને આમાં સમાધાન ન કરી શકાય.