મહેસાણાના છઠીયારડાના સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંતની 4 એપ્રિલે સમાધિ લેવાની જાહેરાત

  • મહંતને સમજાવવા ગયેલી મહેસાણા તાલુકા પોલીસની ટીમ પરત ફરી
  • સમાધિના 4 પ્રકાર છે, ભગવાનની ઇચ્છા પ્રમાણે સમાધિ લઇશ : મહંત સપ્તશૂન

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂને 4 એપ્રિલે તેમના જન્મ દિવસના દિવસે સમાધિ લેવાની કરેલી જાહેરાતથી હલચલ મચી છે. મહંતે બે વર્ષ પહેલાં સમાધિ લેવાની તારીખ જાહેર કરી હતી. જીવતા સમાધિ લેવાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતાં પોલીસ મહંતને સમજાવવા દોડી ગઇ હતી, જોકે પરત ફરી હતી. મહંત સપ્તશૂનને સમાધિ લેવાનું કારણ પૂછતાં કહ્યું કે, ભગવાને બધી જ ઇચ્છાઓ પૂરી કરી છે એટલે સમાધિ લઇ રહ્યો છું. સમાધિના 4 પ્રકાર છે. ભગવાનની ઇચ્છા પ્રમાણે સમાધિ લઇશ.

એક સમયે અમદાવાદના જુના વાડજથી કોર્પોરેટરની ચૂંટણી લડેલા અને હાલ છઠીયારડા ગામના સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત સપ્તશૂને બે વર્ષ અગાઉ 4 એપ્રિલ 2021ના રોજ 50 વર્ષ પૂર્ણ થતાં સમાધિ લેશે તેવી જાહેરાત કરી હતી. સમાધિ લેવાની તારીખ નજીક આવતાં કેન્દ્ર ખાતે તૈયારી શરૂ થતાં મોટી સંખ્યામાં અનુયાયીઓ દર્શનાર્થે આવી રહ્યા છે.

આ વાતની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ શુક્રવાર સવારે મહંત પાસે પહોંચી હતી. પોલીસે આ રીતે સમાધિ લેવી યોગ્ય ન હોવાનું તેમજ જાહેર કાર્યક્રમથી કોરોના ગાઇડ લાઇનનો ભંગ થવાનું જણાવ્યું હતું. મહંતે સમાધિ મામલે કહ્યું કે, જે દિવસે સમાધિ લઉં એ દિવસે આવજો. કોરોના ગાઇડ લાઇન બાબતે અમદાવાદ કિક્રેટ મેચમાં ભીડનું ઉદાહરણ આપતાં પોલીસ પરત ફરી હતી.

Leave a Reply

Translate »