નક્સલવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએમ ભુપેશ બધેલ સાથે વાત કરી હતી અને તેમને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
બીજાપુરમાં નક્સલી એન્કાઉન્ટર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસની છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા તેઓએ નક્સલી સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારપછી તે સીનિયર ઓફિસરો સાથે બેઠકમાં ભાગ લેશે. આ બન્ને કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ તેમની સાથે રહેશે. ગૃહમંત્રી બીજાપુરમાં બાસાગુડામાં આવેલા CRPFના કેમ્પની પણ મુલાકાત લઈ શકે છે.
ગૃહમંત્રી શાહે જગદલપુરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારપછી તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
પરત આવતા સમયે અમિત શાહ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ જવાનોની પણ મુલાકાત લેશે. શ્રદ્ધાંજલિ બાજ જવાનોના શવને તેમના ઘરવાળાઓેને આપવામાં આવશે. આની પહેલા, મુખ્યમંત્રી બધેલે આસામ પ્રવાસથી પાછા આવ્યા પછી કહ્યું હતું કે આ ઘર્ષણ નહીં, યુદ્ધ હતું. નક્સલીઓની આ અંતિમ લડાઈ છે. તેમના વિસ્તારમાં જઈને જવાનોએ તેઓને માર્યા છે.
પરત આવતાં શાહ રાયપુરની હોસ્પિટલોમાં દાખલ ઈજાગ્રસ્ત જવાનોને મળશે. શ્રદ્ધાંજલિ બાદ સૈનિકોના મૃતદેહ તેમના ઘરે મોકલવામાં આવશે.
રવિવારે શાહે બધેલ સાથે વાતચિત કરી હતી
બીજાપુરમાં નક્સલી હુમલામાં 23 જવાનો શહીદ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતા અમિત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં CMએ સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો હતો. શાહે મુખ્યમંત્રીને કહ્યું હતું કે કેન્દ્રથી જેટલી પણ સહાયતાની આવશ્યકતા હશે, તે રાજ્યને આપવામાં આવશે. ત્યારપછી શાહના CRPFના DG કુલદીપસિંહને ઘટનાસ્થળે જવા જણાવ્યું હતું.