- સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં ધંધા-રોજગારને શનિ-રવિ સ્વૈચ્છિક બંધ રાખવા તેમજ તે પહેલા પણ લારી-ગલ્લા બંધ કરાવવા માટે મનપા તેમજ પોલીસ વિભાગ કવાયત કરી રહ્યું છે. બીજી તરફ, જ્યાં સૌથી વધુ કેસીસ છે તે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોથી આવતી ટ્રેનોમાં થી યાત્રીઓ ઉધના રેલવે સ્ટેશન ઉપર બિન્ધાસ્ત ઉતરી રહ્યાં છે. અહીં કોરોના ટેસ્ટની કામગીરી પ્રોપર રીતે ન થતી હોવાનું સામે આવ્યું છે. ઉધના સ્ટેશનના ત્રણ ગેટ પૈકી એક પર જ છુટક છુટક ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. જ્યારે સુરત રેેલવે સ્ટેશન પર પણ ચૂક થઈ રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.
- સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા દિવસથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોનો ધસારો એટલી હદે હોય છે કે દરેકનું ટેસ્ટિંગ કરવું અશક્ય બની જાય એવું છે, તેમાં પણ વિશેષ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના બેકાબૂ થયો છે ત્યારે ત્યાંથી આવતા લોકો માટે RT-PCR રિપોર્ટ જરૂરી હોવાનું સરકારે જાહેર કર્યું છે, પરંતુ એનો યોગ્ય રીતે અમલ થતો નથી. સુરતના ઉધના સ્ટેશન ઉપર ત્રણ ગેટ આવેલા છે, માત્ર એક ગેટ પર થોડેઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે. અન્ય 2 બે ગેટ પર મુસાફરો RT-PCR રિપોર્ટ પણ કોઈને બતાવતા નથી અને ટેસ્ટિંગ પણ કરતા નથી. એમ જ સીધા શહેરમાં પ્રવેશી જાય છે, જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જોખમ છે. બીજુ કે મહારાષ્ટ્રીય વસ્તી ઉધના, લિંબાયત, પાંડેસરા, સહિતના વિસ્તારોમાં વધુ હોવાથી મોટાભાગના યાત્રીઓ ઉધના ઉતરી રહ્યાં છે. ભૂસાવળ, નંદુરબારથી પણ ઘણાં લોકો ટ્રેનમાં આવી રહ્યાંછે. સુરતમાં ખાનગી બસોમાં પણ ઘણાં યાત્રીઓ અવરવજર કરી રહ્યાં છે.
ગેટ નંબર ત્રણ પરથી મોટી સંખ્યામાં મુસાફરો પ્રવેશી રહ્યા છે, જ્યાં ટેસ્ટિંગ પણ નથી કરાતું.