- મહિલાનાં ફેફસાં ખરાબ હતાં, લાઈફ સપોર્ટ પર હતી, 30 ડૉક્ટરની 11 કલાક સર્જરી
જાપાનના ડૉક્ટરોએ દુનિયામાં પહેલીવાર કોરોનાથી ગંભીર રીતે પીડાતા દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે. આ મહિલાને તેના પતિ અને પુત્રએ પોતાનાં ફેફસાંનો હિસ્સો આપ્યો છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં 11 કલાક ચાલેલી આ સર્જરી પછી ડૉક્ટરોએ દાવો કર્યો કે, આ મહિલા થોડા સમયમાં સાજી થઈ જશે.
આ સર્જરી ડૉ. હિરોશી ડેટની આગેવાનીમાં કરાઈ હતી. તેમણે કહ્યું કે, આ સર્જરી થકી દુનિયાને અમે એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે, જીવિત ડૉનર્સની મદદથી ટ્રાન્સપ્લાન્ટ એક નવો વિકલ્પ છે. કોરોનાના કારણે ખરાબ થઈ ગયેલાં ફેફસાં ધરાવતા દર્દીઓ માટે આ ખૂબ મોટી આશા છે. આ સર્જરી પછી મહિલા દર્દી અને બંને ડૉનરની તબિયત સારી છે. આ મહિલાના પતિએ ડાબા અને પુત્રએ જમણા ફેફસાંનું સેગમેન્ટ આપ્યું છે. આ સર્જરીમાં 20 સભ્યની ટીમ સામેલ હતી. હવે દર્દીને બે મહિના પછી હોસ્પિટલમાંથી ઘરે જવાની સજા મળી જશે.
આ સર્જરી દુર્લભ હોવાનું કારણ: ડૉ. હિરોશીના મે, દર્દીની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. ડૉનરની ઉંમર 20થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત તે કુલ 13 માપદંડમાં ખરા ઉતરવા જોઈએ. આ પ્રક્રિયામાં બે લોબ પ્રત્યારોપિત કરાય છે એટલે ડૉનર અને રેસિપિયન્ટના ઓર્ગનનની સાઈઝ પણ મેચ થવી જરૂરી છે. એટલે કે કોઈ બાળક માટે વયસ્ક વ્યક્તિનું લોબ મોટું પડે.
મોટી સાઈઝના ગ્રાફ્ટ પ્રત્યારોપણ પછી છાતીને ફરી બંધ કરવી મુશ્કેલ થઈ જાય. આવું થાય તો શ્વાસ લેવામાં અને લોહીની વહનશક્તિમાં મુશ્કેલી પડી શકે છે. એવી જ રીતે, વયસ્કોને નાના ગ્રાફ્ટ લગાવીએ તો તેમને પણ મુશ્કેલી પડી શકે. સર્જરી માટે ત્રણ મુખ્ય ટીમ અને એક બેક ટેબલ ટીમની જરૂર હોય છે.