ગત 24 કલાકમાં ભારતમાં બ્રાઝિલથી 4.5 અને અમેરિકાથી 3.5 ગણા કેસ સામે આવ્યા

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 6.31 લાખ કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 7,991 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યારના સમયમાં કોરોનાની લહેર સૌથી વધુ ઝડપી છે. અહીં દરરોજ 1.5 લાખથી વધુ કેસો સામે આવી રહ્યા છે.

ભારત ફરી એકવાર કોરોનાના કેસોમાં બ્રાઝિલને પાછળ છોડીને વિશ્વનો બીજા નંબરનો દેશ બની ગયો છે. ભારતમાં 1.35 કરોડ લોકો કોરોના સંક્રમણનો શિકાર બની ચૂક્યા છે, જ્યારે બ્રાઝિલમાં આ આંક 1.34 કરોડને પાર છે. અમેરિકા 3.19 કરોડ સંક્રમિતો સાથે ટોપ પર છે.

બીજી બાજુ, તુર્કીમાં પણ કોરોનાવાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. અહીં 5 દિવસમાં 50 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. રવિવારના રોજ અહીં 50,678 લોકોમાં કોરોના સંક્રમણની ખરાઈ કરવામાં આવી હતી, જેમાંથી 237 લોકોનાં મોત નીપજ્યાં છે. તુર્કીમાં અત્યારસુધી 38.39 લાખ લોકો કોરાનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 33,939 લોકોનાં મોત થયાં છે.

કોરોનાં અપડેટ્સ

  • ભારતમાં હજુ સુધી વિશ્વના સૌથી વધુ સંક્રમિતો મળી આવ્યા છે. ગત દિવસે અહીં 1.69 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. વળી, તુર્કીમાં 50,678, અમેરિકામાં 47,864, બ્રાઝિલમાં 37,537 અને ફ્રાન્સમાં 34,895 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
  • ગત દિવસે દુનિયાનાં સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં નોંધાયાં હતાં. અહીં રવિવારના રોજ 1824 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બ્રાઝિલ પછી વિશ્વમાં સૌથી વધુ મોત ભારત (904), રશિયા (337) અને ઈટાલી (331) નોંધાયાં હતાં.
  • બાંગ્લાદેશ બાદ ઈરાનમાં પણ લોકડાઉનની ઘોષણા કરી દેવાઈ છે. કોરોનાની ચોથી વેવના પગલે તેહરાને 10 એપ્રિલથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. આરોગ્યમંત્રી અલીરેઝાના જણાવ્યા મુજબ, દેશના 31 જિલ્લાઓ પૈકી 23માં લોકડાઉન લાદવામાં આવ્યું છે.
  • ઈરાનમાં લોકડાઉન દરમિયાન તમામ શાળા-કોલેજો, વેપાર-ધંધાઓ અને ઓફિસોને બંધ રહેશે. સિનેમાગૃહો અને રમત-સંકુલો બંધ કરાઈ દેવામાં આવ્યાં છે. બુધવારે શરૂ થઈ રહેલા લોકડાઉનને જોતાં ભીડભાડવાળા વિસ્તારને પણ બંધ કરી દેવાયા છે.

અત્યારસુધી 13.66 કરોડ કેસો સામે આવ્યા
દુનિયામાં અત્યારસુધી 13.66 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, આમાંથી 29.49 લાખ દર્દીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 10.98 કરોડ લોકો સાજા થઈ ગયા છે. 2.38 કરોડ દર્દી હાલ સારવાર હેઠળ છે. આમાંથી 2.37 કરોડ દર્દીમાં સંક્રમણનાં હલકાં લક્ષણો જણાઈ રહ્યાં છે, જ્યારે 1.03 લાખ દર્દીઓની સ્થિતિ ગંભીર છે.

ટોપ-10 દેશો, જ્યાં અત્યારસુધી સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશસંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા31,918,591575,82924,480,522
ભારત13,525,379170,20912,153,713
બ્રાઝિલ13,482,543353,29311,880,803
ફ્રાન્સ5,058,68098,750309,787
રશિયા4,641,390102,9864,265,509
UK4,369,775127,0873,972,029
તુર્કી3,849,01133,9393,331,411
ઈટાલી3,769,814114,2543,122,555
સ્પેન3,347,51276,3283,095,922
જર્મની3,009,54178,9642,671,200

Leave a Reply

Translate »