નાેખાે વિરાેધઃ આ શહેરની સંસ્થા ભાજપના કાર્યકરાેને એક લિટર પેટ્રાેલ ફ્રી આપશે

કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપીશું.


દેશભરમાં વધતા જતા પેટ્રોલના ભાવને લઈ વડાેદરાની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરાશે. જે અંતર્ગત આજે સોમવારે સવારે 11 કલાકે સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરીકોને 1 લિટર પેટ્રોલ મફત આપશે. જાેકે, તે માટે શરત એ રાખવામાં આવી છે કે, ભાજપના કાર્યકરો કે નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી, ભાજપનું સ્ટીકર ગાડી પર લગાવી કે ભાજપ સભ્યપદનું આઈકાર્ડ લાવવાનું રહેશે. સામાન્ય નાગરીકો વંદે માતરમ અને ભારત માતા કી જય બોલશે તેમને પેટ્રોલ મફત અપાશે. હાલ પેટ્રાેલ પંપ વાળા પાસે એક લિટરની 300 કુપન મેળવીને આટલા લાેકાેને પેટ્રાેલ ફ્રીમાં અપાશે. મી઼ડીયાને ટીમ રિવોલ્યુશન સંસ્થાના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, જ્યારે ભાજપ પાર્ટી સત્તા પર ન હતી ત્યારે પેટ્રોલમાં રૂા.1 નો ભાવ વધતો ત્યારે વિરોધ કરતી હતી. હવે ભાજપ સત્તા પર છે ત્યારે પેટ્રોલનો ભાવ ગુજરાતમાં રૂા. 95 સુધી અને અન્ય પ્રદેશાેમાં 100થી વધુ થઈ ગયા છે છતાં વિરોધ નથી થઈ રહ્યો. વિપક્ષ પણ નિષ્ફળ ગયાે છે. આ બાબતની પ્રેરણા અમને ભાજપના સી.આર. પાટીલ પાસેથી મળી છે. કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપીશું.

Leave a Reply

Translate »