ઘર વિહોણા લોકોને છત: શહેરી વિકાસમંત્રીએ શેલ્ટર હોમમાં કપડાં, મીઠાઈ, ચોકલેટ વ્હેંચી

સુરતઃ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ ગોરાટ અને ઉમરવાડાના ઘરવિહોણા લોકો માટે સુરત મહાનગરપાલિકા નિર્મિત શેલ્ટર હોમની મુલાકાત લઈને આશ્રય લઈ રહેલા લોકો માટેની સુવિધાઓની જાણકારી મેળવી હતી. મોરડિયાએ આશ્રિત બાળકો અને મહિલાઓને સાડી, કપડાં, મીઠાઈ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું. મેયર અને મંત્રીએ એક બાળકને ખોળામાં લઈ રમાડ્યો પણ હતો.


મેયર હેમાલી બોઘાવાલા અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ મંત્રીને અહીં ઉપલબ્ધ ભોજન, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી.
દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરના ઘરવિહોણા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ગોરાટ અને સ્મીમેર હોસ્પિટલની પાછળ, ઉમરવાડા ખાતે આશ્રયસ્થાન નિર્માણ પામ્યા છે. મંત્રીશ્રીએ બંને આશ્રયસ્થાનોની મુલાકાત લઈને આશ્રિતો સાથે સંવાદ કર્યો હતો, અને આપવામાં આવતી સુવિધાઓ અંગે જાતમાહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.


વિનોદ મોરડિયાએ જણાવ્યું હતું કે….

, રાજ્ય સરકાર તમામ ઘરવિહોણા નાગરિકોને છત્ર અને બે ટાઇમ ભોજન અને આજીવિકાના સંસાધનો મેળવીને પગભર બને એ માટે સતત પ્રયત્નશીલ છે. સુરતના શેલ્ટર હોમમાં રહેતાં ગરીબ, વંચિત લોકોનું રસીકરણ, આધાર કાર્ડ બનાવવા અને કપડા તેમજ રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં બાળકો માટે દરરોજ ચોકલેટ, બિસ્કીટ, નાસ્તો આપવાની સાથોસાથ તેઓના શિક્ષણની પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બાળકોની સ્કુલ ફી માટે પણ શહેરની અગ્રણી સામાજિક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.154 મળી 255 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે. જેમના ભોજન, આરોગ્ય અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Translate »