કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે ૫૩મો દિવસ છે. સિંઘુ બોર્ડર પર થોડીવારમાં ખેડૂત સંગઠનોની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ખેડૂત નેતાઅો દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ચર્ચા કરવામાં આવશે અને તેનો સામનો કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે. માનવમાં આવી રહ્નાં છે કે ૧૯ જાન્યુઆરીઍ જ્યારે ખેડૂત નેતાઅોની સરકારના તિનિધિઅો સાથે વાટાઘાટો માટે બેઠક મળશે, ત્યારે બેઠકમાં ખેડૂત નેતાઅો આ મુદ્દાને ઉઠાવશે. આ ઉપરાંત ૨૬ જાન્યુઆરીઍ ખેડુતો ટ્રેક્ટર રેલી યોજવા પર પણ અડગ છે. આગામી બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.ખેડુતોની સરકાર સાથેની ૧૦ રાઉન્ડની વાતચીત થઇ ચૂકી છે. હવે આગામી બેઠક મંગળવારે થશે. આ પહેલા જ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ ઍજન્સીઍ ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ૫૦થી વધુ નેતાઅો અને વેપારીઅોને સમન્સ મોકલ્યું છે. શનિવારે આ લોકોમાંથી કેટલાકની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પટિયાલાના દર્શનસિંહ ધાલીવાલ સાથે દિલ્હી ઍરપોર્ટ પર અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પટિયાલામાં બબ્બર ખાલસાના આતંકી જગતારસિંહ હવારના પિતા ગુરુચરણસિંહ અને ખેડૂત નેતા બલદેવસિંહ સિરસાને પણ સમન્સ પાઠવ્યું છે.