સુરતમાં પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ યોજ્યો હતો. જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા કરાયા હતા. જેમાં ન તો સામાજિક અંતર હતું ન મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા હતા. પેજ પ્રમુખના કાર્ડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંઘવીના રાજકીય ગુરુ એવા સીઆર પાટીલના હાથે વહેંચાવાના હોવાથી ભારે તામજામ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને ફૂલોની વરસાદથી પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, હર્ષ સંઘવીએ આ ફોટો અને વીડીયો પોતે જ પોતાના સોશ્યલ મીડીયા પર પોસ્ટ કર્યા હતા. જે જોયા બાદ તેમના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ ઘણાં લોકોએ હલ્લાબોલ કર્યું હતું જેમાં વિરોધી પક્ષો પણ જોડાયા હતા.
ઘણાંએ સંઘવીને યાદ અપાવ્યું હતું કે કોરાના કાળના પીક અવર્સમાં માઈક લઈને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાનું કહેનારા તમે જ હતા ને? ઘણાંએ અંગ્રેજો જેવો સમય આવી ગયો હોવાની ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, 21મી સદીનુ ગુલામ ભારત. કાયદો સામાન્ય જનતા માટે જ છે. એક જણાએ કોમેન્ટ કરી કે વાતોડિયા હર્ષભાઈ તમે બંધારણને નેવે મુકી દીધું છે, નિમયો તમને તો ક્યાં લાગુ પડે છે? અમે અમારા મતાધિકારનો હવે યોગ્ય ઉપયોગ કરીને તમને દેખાડીશું. એકે લખ્યું કે તમને ક્યાં નિયમ લાગુ પડે છે. સામાન્ય જનતા માટે 100 જણની પરમિશન, મરણ માટે 50ની અને તમને ગમે તેટલા વ્યક્તિની પરમિશન.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ આવા જ એક કાર્યક્રમમાં સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પેજ પ્રમુખને ખુલ્લુ મેદાન આપતા કહ્યું હતું કે, પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવજો અને ન છોડે તો મને કોલ કરજો. જોકે, બાદમાં ઘણી ટીકાઓ થતા તેઓએ મીડીયા સમક્ષ તેનું બીજુ અર્થઘટન કર્યું હતું.
આવી પોસ્ટથી ધારાસભ્યની આખુ કોમેન્ટ બોક્સ ફૂલ છે. જુઓ કેટલા સેમ્પલ