મુંબઈની ટ્રાફિક પોલીસે બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે તેમનું ચલણ કાપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ શુક્રવારે મુંબઇ પોલીસને સામાજીક કાર્યકર ડો.બીનુ વર્ગીસ દ્વારા ટ્વિટર પર વિવેક ઓબેરોયે હેલ્મેટ વગર બાઇક ચલાવવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
વિવેક ઓબેરોયે પોતે 14 ફેબ્રુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હેલ્મેટ વિના બાઇક ચલાવતો હતો. તેમની સામે 500 રૂપિયાનો મેમો ફાડવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે અભિનેતા વિવેક ઓબેરોય વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને રોગચાળા અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જુહુ પોલીસે આ કેસ નોંધ્યો હોવાના રિપોર્ટ છે.