પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને બોલાવી દારૂ પીવડાવી હત્યા કરી, પેટ્રોલ નાખી સળગાવી દફનાવી દીધો

  • પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી લાશને દાટી દીધી હતી, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી
  • અજય મોરેની હત્યાના મામલે પોલીસે આરોપી પૂર્વ પ્રેમિકાના પતિ અને એક સગીરની ધરપકડ કરી

સુરત શહેરમાં બે દિવસ પહેલાં થયેલા ફિલ્મ જેવા હત્યાકેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમી આધારે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. અનિલ બાગલે નામના આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી અજય મોરે રંજાડતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. ત્યાર બાદ ચપ્પુના ઘા મારી હત્યા કરી ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.

ઘટના શું હતી?
ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના રેલવે-ટ્રેક પાસે ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે, જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખોદકામ કર્યું હતું. દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. લાશ ડિકમ્પોઝ સ્થિતિમાં મળી આવતાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી. એ જોતાં પ્રાથમિક તારણમાં પોલીસને લાગે છે કે હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવવામાં આવી હતી અને ત્યાર બાદ એને દાટી દેવામાં આવી હોઈ શકે છે. એફએસએલની ટીમ પણ સાથે હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન મૃતદેહ અજય મોરે નામના યુવકનો હોવાની જાણ થઈ હતી, જે મોત પહેલાં બે યુવકો સાથે સીસીટીવીમાં કેદ થયો હોવાથી બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

મોત પહેલાં યુવક સીસીટીવીમાં અન્ય બે યુવકો સાથે કેદ થયો હતો.

મોત પહેલાં યુવક સીસીટીવીમાં અન્ય બે યુવકો સાથે કેદ થયો હતો.

યુવક ગુમ થયાની ફરિયાદ પણ કરાઈ હતી
અજય મોરે 22 તારીખે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાંથી એક સગીર વયનો આરોપી છે, જ્યારે બીજો અનિલ બાગલે નામનો આરોપી છે.

પોલીસે બાતમીને આધારે દાટી દેવાયેલા લાશ સુધી પહોંચી હતી.

પોલીસે બાતમીને આધારે દાટી દેવાયેલા લાશ સુધી પહોંચી હતી.

પત્નીનો પૂર્વ પ્રેમી સમજવા તૈયાર ન થતાં હત્યા કરી
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યા પ્રમાણે, અનિલના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી અજયની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ અજય સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે અજય પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાનપરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિ અનિલને જણાવી હતી. અનિલે અજયને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.

પેટ્રોલ નાખી સળગાવ્યો હોવાથી મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હતો.

પેટ્રોલ નાખી સળગાવ્યો હોવાથી મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હતો.

ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવ્યો
અનિલે 22 તારીખે અજયને સમાધાન કરવા બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે અજયની લાશ ઓળખ ન થાય એ માટે પહેલા પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યાર બાદ તેની દફનવિધિ કરી હતી. જોકે પોલીસે અનિલની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી.

Source : Bhaskar

Leave a Reply

Translate »