- કોરોનાએ ઉથલો મારતાં હવાઈ મુસાફરોની સંખ્યા ઘટવા લાગી
સુરત એરપોર્ટ પર 10 મહિનામાં પેસેન્જરોની અવર જવર 1,500થી સીધી જ 97,000 પર પહોંચી હતી. પરંતુ માર્ચમાં કોરોના વિકરાળ બનતા હવાઇ મુસાફરીની અવર જવરમાં 1 હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે.એરપોર્ટ પર RT-PCR ફરજિયાત હોવા સાથે ખૂબ જ અગત્યના કામથી જ પેસેન્જરો હવાઇ મુસાફરી કરી રહ્યા છે.
કેસ વધતા મુસાફરી ઘટી
કોરોના વાઈરસના અનલોક-4માં કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટોનું ઓપરેશન શરૂ કર્યું હતું. જે પછી 10 મહિનામાં સુરત એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર 1,500થી સીધી જ 97,000 પર પહોંચી ગઈ હતી. પરંતુ છેલ્લા 1 મહિનામાં કોરોના ફરી વિકરાળ બનતા જ પેસેન્જરોની અવર જવરમાં 1,300નો ઘટાડો નોંધાયો છે. માર્ચ-2020ની જેમ જ માર્ચ-2021માં સુરત સહિત ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે. તેવામાં જ એરપોર્ટ પર આરટીપીસીઆર ફરજિયાત કરી દેવાયું છે. આમ આ સ્થિતિથી ખૂબ જ અગત્યના કામ જ પેસેન્જરો હવાઇ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેને કારણે પેસેન્જરોની અવર જવરમાં ઘટાડો નોંધાય રહ્યો છે. એરપોર્ટથી જણાય આવે છે કે, માર્ચમાં 95,640 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. જોકે, એક મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં 96,949 પેસેન્જરોની અવર જવર નોંધાય હતા. તે સાથે અગિયાર મહિના પહેલા એપ્રિલમાં 1,616 પેસેન્જરોની અવર જવર નોંધાય હતી.
એરપોર્ટ પર દરેક યાત્રિના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યાં છે.
1 વર્ષ પછી 446 ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવર જવર કરી
એર ઇન્ડિયા એક્સપ્રેસે 28 માર્ચ, 2021થી શારજાહ-સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી છે. જો કે, માર્ચ મહિનામાં બે જ દિવસ ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં 446 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. અહીં વાત એવી છે કે આ ફ્લાઇટ વંદે ભારત મિશન હેઠળની હોવાથી એરપોર્ટ તંત્રે તેને નોન શિડ્યુલ ફ્લાઇટ ગણી રહી છે.
કોરોના કાળમાં ઘટેલી મુસાફરી વધી રહી હતી ત્યાં ફરી કેસ વધતા અસર થઈ છે.
દાંડી યાત્રાને પગલે ચાર્ટર્ડ ફ્લાઇટની પણ અવર જવર વધી
દાંડી યાત્રાને પગલે સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની અવર જવરમાં વધારો નોંધાયો છે. પહેલા મહિનામાં 300 ચાર્ટર્ડ ફ્લાઇટની અવર જવર નોંધાતી હતી. જો કે, દાંડી યાત્રાના કાર્યક્રમને પગલે ઉપરાષ્ટ્રપતિ સાથે જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓએ સુરત એરપોર્ટથી અવર જવર કરી હતી. માર્ચમાં 342 ચાર્ટર્ડ ફ્લાઇટના ઓપરેશનમાં 1,552 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. જેમાં મેડિકલ અને જોય રાઇડ સહિતની કંપનીઓની પણ ચાર્ટર્ડ ફ્લાઇટ હતી.
કોરોના કેસ દરમિયાન જરૂરી કામ હોય તો જ લોકો મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે.
પેસેન્જર ફલાઇટોની અવર જવરમાં વધારો
સુરત એરપોર્ટ પર ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં પેસેન્જર ફ્લાઇટોની અવર જવરમાં વધારો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં 800 પેસેન્જર ફ્લાઇટની અવર જવર નોંધાય હતી અને માર્ચમાં 916 ફ્લાઇટની અવર જવર નોંધાય છે. આમ, પેસેન્જર ફ્લાઇટોની અવર જવરમાં વધારો નોંધાયો છે.
કયા મહિનામાં કેટલા પેસેન્જરોની અવર જવર
મહિનો | પેસેન્જરો |
મે | 1,616 |
જૂન | 9,343 |
જૂલાઈ | 8,858 |
ઓગસ્ટ | 18,792 |
સપ્ટેમ્બર | 44,841 |
ઓક્ટોબર | 57,642 |
નવેમ્બર | 67,952 |
ડિસેમ્બર | 74,415 |
જાન્યુઆરી | 87,227 |
ફેબ્રુઆરી | 96,949 |
માર્ચ | 95,640 |