90% દર્દીને શ્વાસની તકલીફ, સિવિલમાં દર કલાકે 15થી 18 ટન ઓક્સિજન વપરાય છે

  • પહેલા રોજ 200 બોટલ સિવિલમાં જતા હવે 800 બોટલનો સપ્લાય થાય છે
  • સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ઓક્સિજન નહીં મળવાની ભીતિ

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત સર્જાઇ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 90 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ઓક્સિજન સપ્લાય કરતી કંપનીના સંચાલકે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં દર કલાકે 15થી 18 ટન ઓક્સિજનનો વપરાશ થાય છે.

સામાન્ય દિવસોમાં રોજના માત્ર 100થી 200 બોટલ ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવતો હતો, જે વધીને હાલમાં 800 બોટલે પહોંચ્યો છે. રિફિલિંગ માટે રોજના 4 ટ્રક ભરાઇને જાય છે. 18-18 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. લીક્વીડ ઓક્સિજન માટે પણ નવો પ્લાન્ટ ઉભો કરવામાં આવી રહ્યો છે છતાં પણ ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થઇ છે. જો આગામી દિવસોમાં પણ પરિસ્થિતિ થાળે નહીં પડે તો ઓક્સિજનનો જથ્થો ક્યાંથી લાવવો તે પણ એક સવાલ છે.

ઉલ્લેખનીય છે કે હોમ ક્વોરન્ટાઇન રહેલા કોરોનાના દર્દીઓ પણ ઘરે ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમને પણ ઓક્સિજનના બોટલ મળી રહ્યા નથી.

Leave a Reply

Translate »