તમે અથવા તમારા ઘરમા કોઇ માવો (તમાકુ) ખાતા હોય તો આ એકવાર જરુર વાંચો.

આજે એક સરસ વાત કરવાની છે કે જે લોકો ખૂબ જ પ્રકારે માવાના ખાવાના બંધાણી થઈ ગયા છે જેમાં ખાસ કરીને યુવાનો અને તમાકુવાળા અથવા તો એ પ્રકારના ઉપદ્રવો વાળા માવા વગર ચાલે જ નહીં. એક દિવસ માવો ન ખાઈએ તો કઈ ગમે નહિ, માથું દુખે, ગુસ્સો આવે છે.

આપને એટલા બધા બંધાણી થઈ ગયા છીએ કે આપણે ઘરે થી આપણા વડીલ હોય માતા-પિતા કોઈપણ માવા ખાવાની ના પાડે તો આપણે તેના પર ખૂબ ગુસ્સો કરીએ છીએ. પરંતુ એક એવો માવો છે કે જેમાં તમાકુ નું નામ જ નથી કે કોઈ પણ એવા તત્વ જે આપણા શરીરને નડી શકે એવા કોઈ તત્વ નથી. આજે

એવા હર્બલ ઔષધી મા વિશે તમને જણાવીશું. સૌ પ્રથમ આ હર્બલ માવામાં સોપારી અહિત સાત ઔષધ દ્રવ્યો છે. જેમા સોપારી, શેકેલી વરિયાળી, અજમાનો કરકરો પાવડર,લવિંગ, જેઠીમધ, હરડેના ટુકડાં, અને નાગરવેલના પાન ના ટુકડા નાખવામાં આવે છે.આ બધું મિક્સ કરીને માવો બને છે.

યુવાનો અને વડીલો જો આમાં ગુલકંદ ઉમેરીને આ હર્બલ માવો ખાઈ શકે છે. આમાં સોપારી, શેકેલી વરિયાળી, અજમા નો પાવડર, લવિંગ,જેઠીમધ અને હરડે ના ટુકડા તેમજ નાગરવેલના પાન ના ટુકડા ઉમેરવામાં આવે છે. હવે આ માંવા વિશે વાત કરીએ તો સોપારી પ્રમાણસર ખાવામાં આવે તો તેના ફાયદાઓ શરીરને થાય છે એનો લાભ પણ મળે છે.

જૂના જમાનામાં આપણા વડીલો જમીને કે ચા પીને કાચી સોપારી ખાતા. જો પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરને લાભ કરતાં થતી વરીયાળી  છે પિતનાશક ઠંડી છે. મોઢામાં આવતી દુર્ગંધને પણ દૂર કરનારી છ.  અજમો પેટના રોગ, વાયુશામક છે. લવિંગ મોંમાં દુર્ગંધ આવતી હોય તો તે દૂર કરે છે. જેથીમધ કફનો નાશ કરે છે. હરડેના ટુકડા વાત પિત કફ ત્રણેય દોષોને દૂર કરે છે. પેટ સાફ રાખે છે. કબજિયાત પણ દૂર કરે છે.

મિત્રો આ માવો પૌષ્ટિક પણ છે, રુચિ આપનારો છે. નાગરવેલના પાન પાચન માટે ફાયદાકારક છે. આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. આ હર્બલ માવા ખાવા ના આટલા બધા ફાયદાઓ રહેલા છે. તો આપણે આ હર્બલ માવો આ પ્રકારે કુદરતી રીતે બનેલો ખાશું તો આપણું આરોગ્ય સુધરશે.

પેલા તમાકુ વાળા માવા નું સેવન કરશો તો કેન્સર જેવા ભયાનક રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે અને મોઢાના, દાઢ,ગળા, અન્નનળીના, હોઠ જેવા કેન્સર થાય છે. આ માવો ખાવાથી ભયાનક રોગોથી પણ આપણે દૂર રહી શકીએ. તો દરેકને મારો અનુરોધ છે કે તમાકુ વાળા માવા ને બદલે હર્બલ માવો ખાવાની ટેવથી પાડશું અને આ ટેવ પાડવામાં આવે તો આપણે વ્યસન થી પણ દૂર રહીશું અને આપણું શરીર નીરોગી રહેશે.

Source : Rasoi ni Dunia

Leave a Reply

Translate »